Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

અમુલ અને ગોપાલ બ્રાન્ડના ડુપ્લીકેટ ઘીમાં તલના તેલની ભેળસેળ : નમૂના નાપાસ

જલારામ ઘી, અંકુર નમક અને નંદકિશોર ડેરીના ઘી, નમક તથા મિકસ દૂધના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થતા ત્રણેય વેપારીને કુલ ૧.૮૦ લાખનો દંડ : મ.ન.પા.ના આરોગ્ય વિભાગે વધુ ૧૬ ખાદ્યચીજોના નમૂનાઓ લીધા

રાજકોટ તા. ૧૪ : મ.ન.પા. દ્વારા લેવાયેલ ગોપાલ અને અમૂલ બ્રાન્ડના ડુપ્લીકેટ ઘી ના શંકાસ્પદ નમૂનાઓમાં તલના તેલની ભેળસેળ ખુલતા આ બંને નમૂનાઓ નાપાસ થયા છે. આ ઉપરાંત જલારામ ઘી, અંકુર નમક અને નંદકિશોર ડેરીમાંથી લેવાયેલ ઘી, દૂઘ અને નમના નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં આ ત્રણેય વેપારીઓને કુલ રૂ. ૧.૮૦ લાખનો દંડ ફટકારાયો હતો.

આ અંગે મ.ન.પા.ના ફૂડ સેફટી ડેઝીગ્નટેડ ઓફિસરની યાદીમાં જણાવ્યા મુજબ તા.૦૩/૦૨/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર ગાંધીગ્રામ-૨, પોલીસ સ્ટેશન, મુંજકાના પી.એસ.આઇશ્રી એ.બી.જાડેજાના પત્ર અન્વયે (૧) અમુલ પ્યોર ઘી (૫૦૦ મિલી. પેકડ) (૨) ગોપાલ શુધ્ધ ઘી (૫૦૦ મિલી. પેકડ પાઉચ) માં ડુપ્લીકેટ હોવાની શંકા અન્વયે નમુના લેવાની કાર્યવાહી કરવામાં આવેલ.

જેમાં ગાંધીગ્રામ-૨, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રી રામ હાઉસ ઓફ એજન્સીમાંથી લેવાયેલ અમુલ પ્યોર ઘીના ૫૦૦ મીલી પેકેટમાં સરકારી ફૂડ લેબોરેટરીએ તપાસ કરતા તેમાં તલના તેલની તથા વેજીટેબલ તેલની હાજરી જોવા મળતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો હતો.

જ્યારે આજ સ્થળેથી ગોપાલ શુધ્ધ ઘીનો ૫૦૦ મી.લી. પેકેટના નમૂનો લેવાયેલ જેમાં પણ તલના તેલની હાજરી જોવા મળતા આ નમૂનો પણ સરકારી લેબોરેટરીમાં નાપાસ થતાં આ બાબતે ઉકત વેપારી સામે નિયમ મુજબ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે.

  • વેપારીઓને દંડ

રાજકોટ શહેરના ઘી કાંટા રોડ, કંદોઇ બજાર ચોકમાં આવેલ 'જલારામ ઘી' માંથી લીધેલ ખાદ્યપદાર્થ : 'ભેંસનું ઘી (લુઝ)' માં બી.આર. રીડીંગ વધુ, રીચર્ટ' વેલ્યુ ઓછી, તલના તેલની હાજરી તેમજ ફોરેન ફેટ હાજર હોવાને કારણે ફૂડ એનાલિસ્ટશ્રી દ્વારા સદર નમૂનો 'સબસ્ટાન્ડર્ડ' જાહેર કરવામાં આવેલ.ઙ્ગ નામદાર એજયુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર દિપકભાઇ નારણદાસ ચંદ્રાણી (નમૂનો આપનાર FBO) ને કુલ રૂ.૧,૨૦,૦૦૦ નો દંડ ફરમાવેલ છે.

રાજકોટ શહેરના દાણાપીઠ ચોકમાં આવેલ 'સદગુરુ સોલ્ટ' માંથી લીધેલ ખાદ્યપદાર્થ : ' અંકુર સંપૂર્ણ નમક' માં આયોડીન નુ પ્રમાણ વધુ હોવાને કારણે ફૂડ એનાલિસ્ટશ્રી દ્વારા સદર નમૂનો ' સબસ્ટાન્ડર્ડ' જાહેર કરવામાં આવેલ.ઙ્ગ નામદાર એજયુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદાર કેતનભાઇ સેજપાલ(નમૂનો આપનાર FBO) ને કુલ રૂ.૩૫,૦૦૦નો દંડ ફરમાવેલ છે.

રાજકોટ શહેરના વૈશાલીનગર રૈયા રોડ મુકામે આવેલ 'નંદકિશોર ડેરી ફાર્મ' માંથી લીધેલઙ્ગ ખાદ્યપદાર્થબ્ 'મિકસ દૂધ (લુઝ)' માં મિલ્ક ફેટ તેમજ એસ.એન.એફ ઓછા હોવાને કારણે ફૂડ એનાલિસ્ટશ્રી દ્વારા સદર નમૂનો ' સબસ્ટાન્ડર્ડ' જાહેર કરવામાં આવેલ.ઙ્ગ નામદાર એજયુડીકેટીંગ ઓફીસર અને RAC-ADM દ્વારા તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદારો  જેરામભાઇ વાલજીભાઇ રંગાણી (નમૂનો આપનાર FBO તથા પેઢીના માલિક) ને કુલ રૂ. ૨૫,૦૦૦નો દંડ ફરમાવેલ છે.

  • ૧૬ નમૂના લેવાયા

જે ઙ્ગવેપારીઓનેઙ્ગ ત્યાંથી નમૂના લેવામાંઙ્ગઆવેલઙ્ગછેઙ્ગતેમાંઙ્ગઙ્ગ(૧) Lion Kashmir Honey (250 g pkd) સ્થળ : મહમદભાઇ બાટલાવાળા, કંસારા બજાર રાજકોટ (૨) Dabur Honey (300 g pkd)' સ્થળ : હિન્દુસ્તાન ટ્રેડીંગ કોર્પોરેશન, કેનાલ રોડ, ૯- જીવરાજ પ્લોટની સામે રાજકોટ (૩) Shreeji Honey (200 gm pkd) સ્થળ : શ્રેણીક એજન્સી, ૩/૫ જી.બી. કોમ્પલેક્ષ, મોટી ટાંકી ચોક, રાજકોટ (૪) Zandu Pure Honey (250 gm pkd) સ્થળ : વિનાયક એજન્સી,૨/૬ મનહર પ્લોટ, લોધાવાડ ચોકની બાજુમાં, રાજકોટ (૫) Sevasadan Uttrakhand Madhu Natural Honey (1 kg pkd) સ્થળ : નૃસિંહ મેડીકલ એજન્સી, પરિશ્રમ પ્લાઝા, શોપ નં ૩, મંગળા મે. રોડ, લોધાવાડ ચોક (૬) Madhudhara Monofloral Raw Honey (Fennel) (500 gm pkd bottle) સ્થળ : મધુધારા ફુડ પ્રોડકટ, સુરભી રેસીડન્સી-૧, સુમગંલ પાર્ક, કોઠારીયા મે. રોડ (૭) V-Lite Refined Sunflower Oil (15 kg sealed pkd tin) સ્થળ : સોનિયા ટ્રેડર્સ, જુના માર્કેટીંગ, યાર્ડ, દુકાન નં જી-૬, આર.ટી.ઓ (૮) V-Lite Sunpure Refined Sunflower Oil ( 5 ltr sealed pkd tin) સ્થળ : સોનિયા ટ્રેડર્સ, જુના માર્કેટીંગ, યાર્ડ, દુકાન નં જી-૬, આર.ટી.ઓ (૯) Amul Pure Ghee (from 15 kg pkd tin) સ્થળ : સોનિયા ટ્રેડર્સ, જુના માર્કેટીંગ, યાર્ડ, દુકાન નં જી-૬, આર.ટી.ઓ (૧૦) Saffola Honey (250 gm pack) સ્થળ : સુબિન એન્ટરપ્રાઇઝ, ઙ્કસુબિન', હનુમાનમઢી ચોક, નિર્મલા કોન્વેન્ટ રોડ (૧૧) Madhuras Wild Forest Honey (500 gm pack) સ્થળ : સ્વસ્તિક ઇન્ટરનેશનલ, એફ-૧૨ ફસ્ટ ફલોર, રૈયા ટેલીફોન એકસચેન્જ, રૈયા રોડ (૧૨) મધ (લુઝ) સ્થળબ્- ઙ્ગગ્રીન ફાર્મર્સ, સદગુરુનગર, શેરી નં ૧૨, સ્વસ્તિક ગેસ લાઇટર સામે, લાતી પ્લોટ (૧૩) The Nature’s Way Eucalyptus Honey (250 gm pkd bottle) સ્થળ : ધ નેચર વે, 'વ્રજ'ઙ્ગ માધવ પાર્ક -૧, ગોપાલ ડેરી પાસે, ગોવર્ધન ચોક, મવડી ઙ્ગ(૧૪) DHANVANTRI HONEY (200 G PACKED BOTTLE) સ્થળ : ગુજરાત રાજય વન વિકાસ નિગમ લી. ગુજરાત રાજય વન વિભાગ, ડો યાજ્ઞિક રોડ, (૧૫) ORGANIC HONEY (500 G PACKED BOTTLE) સ્થળ : નેચર કેર સેન્ટર, એસ્ટ્રોન ચોક (૧૬) NATURE FINA PACKAGED DRINKING WATER (1 LIT PACKED PET BOTTLE) સ્થળ : મિલન માર્કેટીંગ, ૧૫૦' રીંગ રોડ લીધેલ છે.

(3:10 pm IST)