Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

લાયન્સ કલબ ઇન્ટરનેશનલની રાજકોટ આવકાર કલબના પ્રમુખ નિમાતા સમીર ખીરા

રાજકોટ તા. ૧૪: લાયન્સ કલબ ઇન્ટરનેશનલની કલબ લાયન્સ કલબ રાજકોટ આવકાર કલબ નવનિયુકત પ્રમુખ તરીકે સમીરભાઇ ખીરાની વરણી કરવામાં આવી છે.

લાયન્સ કલબ રાજકોટ આવકારના નવનિયુકત પ્રમુખશ્રી લાયન સમીર ખીરા અને તેની સમગ્ર ટિમનો શપથવિધિ સમારોહ ભવ્યાતિભવ્ય રીતે તાજેતરમાં સંપન્ન થયેલ હતો. કલબમાં જોડાયેલ નવા સભ્યોને શપથ દ્વિતીય વાઇસ ડી. ગવર્નરો લા. હિરલબા જાડેજાએ જયારે સમગ્ર ટિમને પૂર્વ ગવર્નરશ્રી લા. ડો. પી. સી. જોશી એ પોતાની લાક્ષણીક શૈલીમાં શપથ ગ્રહણ કરાવેલ. મુખ્ય મહેમાન સાંસદ સભ્યશ્રી રામભાઇ મોકરિયા તથા અતિથિ વિશેષ તરીકે પૂર્વ ગવર્નરશ્રીઓની પ્રેરક ઉપસ્થિતી. મલ્ટીપલ ડિસ્ટ્રિકટ ૩ર૩ર જેની સેવા પ્રવર્તિથી ઉભરતી લાયન્સ કલબ રાજકોટ આવકારના સર્વાનુમતે નકકી થયેલ.

નવનિયુકત પ્રમુખશ્રી એડવોકેટ લા. સમીર ખીરા અને તેઓની સમગ્ર ટિમનો શપથવિધિ સમારોહ રવિવારના હોટેલ કે.કે. ક્રરાનચીના જાજરમાન હોલમાં ડેકોરમ અને ડેકોરેશન સાથે ભવ્યાતિભવ્ય રીતે યોજાઇ ગયેલ છે. લાયન્સ જગના મહેમાનશ્રીઓ તથા સાંસદ સભ્યશ્રી રામભાઇ મોકરિયાનું તિલક કરીને કુ. રૂદરીકા ખીરાએ જયારે મહેમાનોને શાલ અર્પણ કરી લા. પલકબેન ખીરાએ અભિવાદન કરેલ ધ્વજવંદના અને મિશન સ્ટેટમેન્ટ લા. સુનિતાબેન મહેતાએ કરેલ. સૌ મહેમાનોનું સ્વાગત લાયનવર્ષ ર૦ર૦-ર૧ પ્રમુખ લા. નયનાબેન અંટાલા એ કરેલ હતું. ઉપસ્થિત રહેલ સર્વે મહેમાનશ્રીઓને પરિચય સિનિયર લા. ડોલરભાઇ કોઠારીએ પોતાની આગવી શૈલીમાં કરેલ.

કલબના સિનિયર લા. હર્ષદભાઇ ઓઝા તરફથી સમાજની જરૂરિયાતવાળાઓને રાશનકીટ મા. શ્રી રામભાઇના હસ્તે વિતરણ કરવામાં આવેલ શપથવિધિ સમારોહમાં ઇન્સ્ટોલિંગ ઓફિસર પૂર્વ ગવર્નરશ્રી એમ. જે. એફ. લા. ડો. પી.સી. જોશી ઇન્ડકશન ઓફિસર દ્વિતીય વાઇસ ડિસ્ટ્રીકટ ગવર્નરશ્રી એમ. જે. એફ. લા. હિરબા જાડેજા મુખ્ય મહેમાન સાંસદ સભ્યશ્રી રામભાઇ મોકરિયા અતિથિવિશેષ તરીકે પૂર્વ મલ્ટીપલ કાઉન્સિલ ચેરપર્સન એમ. જે. એફ. લા. દિવ્યેશભાઇ સાકરીયા પૂર્વ ગવર્નરશ્રી એમ. જે. એફ. લા. હિતેશભાઇ અને લા. ભાવનાબેન કોઠારી એમ. જે. એફ. ગવર્નરશ્રી એમ. જે. એફ. લા. ચંદ્રકાંતભાઇ દફતરી રિજીયન ચેરપર્સન લા. ચેતન વ્યાસ અને ઝોન ચેરપર્શન લા. અરૂણ રોકડ ઉપસ્થિત રહ્યા હતા. ઋણસ્વિકારની અભિવ્યકિત નવનિયુકત સેક્રેટરી લા. બિપિનભાઇ મહેતાએ જયારે કાર્યક્રમનું રસાળ સંચાલન કલબના પૂર્વ પ્રમુખ લા. મુકેશ પંચાસરા અને ચિ. નિધિ ગેરીયાએ કરેલ હતું.

(2:41 pm IST)