Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

રૂ.ચાર લાખના ચેક રિટર્નના કેસમાં આરોપી મિત્રને એક વર્ષની સજા

રાજકોટ, તા. ૧૪ : અત્રે રૂ. ૪ લાખના ચેક રિટર્ન કેસમાં મિત્ર આરોપીને એક વર્ષની સજાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટના સંત કબીર રોડ, ચંપક નગરમાં રહેતા વીશાલભાઈ જાદવજીભાઈ જોઈસરે મિત્રતા અને ઓળખાણનો સબંધ ધરાવતા કિરીટભાઈ    નથુભાઈ ડોબરીયા રહેઃ રામેશ્વર કોમ્પલેક્ષ, પેડક રોડ, રાજકોટનાને ઉછીના પેટે રોકડા રૂ.૪,૦૦,૦૦૦/- અંકે રૂપિયા ચાર લાખ પુરા. મદદ માટે આપેલા હતા જે રકમ પરત આપવા બાબતે કિરીટભાઈએ તેમના ખાતા વાળી બેંકનો ચેક આપેલો હર્તો. જે ચેક રિટર્ન થતા ફરીયાદીએ તેમના વકીલ મારફત રાજકોટની સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં ધી નેગોશીયેબલ ઈન્ટ્રમેન્ટ એકટ ની કલમ ૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલી હતી.   

કેસ ચાલી જતા રાજકોટની સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટના જજ  એમ. આર.  લાલવાણીની કોર્ટે આરોપી કિરીટભાઈ નથુભાઈ ડોબરીયાને ધી નેગોશીયેબલ ઈન્ટુમેન્ટ  એકટની કલમ ૧૩૮ હેઠળ તકસીરવાન ઠરાવી સજાનો હુકમ કરેલ છે. જેમાં આરોપી કિરીટભાઈ  નથુભાઈ ડોબરીયા ને ૧ (એક) વર્ષની સાદી કેદની સજા તેમજ ચેક મુજબની રકમ એક માસમાં  ફરીયાદીને ચુકવી આપવી અને જો એક માસમાં રકમ ન ચુકવે તો વધુ ૬ (છ) મહીનાની સજાનો  હુકમ કરેલ છે આ કેસમાં ફરીયાદી તરફે રાજકોટના વકીલ અતુલ સી. ફળદુ રોકાયેલા હતા.

(2:39 pm IST)