Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

જીટીયુના પ્રથમ સેમેસ્ટરના પરીણામોમાં વીવીપી કોલેજના વિદ્યાર્થીઓનો દબદબો

રાજકોટ તા. ૧૪ : જીટીયુના પ્રથમ સેમેસ્ટરના પરીણામમાં વીવીપી એન્જી. કોલેજના કુલ ૧૫ વિદ્યાર્થીઓએ ૧૦ માંથી ૧૦ એસ.પી.આઇ. પ્રાપ્ત કરી જીટીયુમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે. સમગ્ર ગુજરાતમાં ૧૦ માંથી ૧૦ એસ.પી.આઇ. મેળવનાર ૯૬ વિદ્યાર્થી છે. તેમાના ૧૫ વિદ્યાર્થી રાજકોટની વીવીપી કોલેજના છે. આમ સમગ્ર ગુજરાતમાં એસ.પી.આઇ. મુજબ વીવીપી ત્રીજા ક્રમે છે.

૧૦ માંથી ૧૦ એસ.પી.આઇ. મેળવનાર ગુજરતમાં પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓમાં મીકેનીકલના ફળદુ દિશાંત વિજયભાઇ, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ૪ વિદ્યાર્થીઓમાં જાડેજા વર્ષાબા વિજયસિંહ, ગાથાણી લબ્ધી શૈલેષભાઇ, સુનય દેવાળીયા, મેટાડીયા ચિંતન કેતનભાઇ, કોમ્પ્યુટર એન્જીનીયરીંગના ૭ વિદ્યાર્થીઓ દીપ અકબરી, ભંડેરી તરંગ સંજયભાઇ, ચાપાનેરા પ્રશંસા સતિષ, મહેતા રક્ષિત હિતેશભાઇ, યમુના ભાનવડીયા, વીરડીયા જેન્સી ગીરધરભાઇ, પ્રજાપતિ સિધ્ધાંત વિદ્યાસાગર, ઇલેક્રોનિકસ એન્ડ કોમ્યુનીકેશનના બે વિદ્યાર્થીઓ લુણાગરીયા સુમિત અરવિંદભાઇ, ગજેરા મીરાલી પરસોતમભાઇ, બાયો ટેકનોલોજીના જીલ્કા કિશન કમલેશભાઇનો સમાવેશ થાય છે.

ઉપરાંત મીકેનીકલમાં હરસોરા દર્શન પ્રફુલભાઇ ૯.૭૯ એસ.પી.આઇ. સાથે ગુજરાતમાં ત્રીજા ક્રમે, ઇલેકટ્રીકલમાં કોચરા જયદીપ જગદીશભાઇ તથા ચાવડા ઓમ યોગેશભાઇએ ૯.૭૯ એસ.પી.આઇ. સાથ ગુજરાતમાં બીજો ક્રમ, કેમીકલમાં કેવીન નાકરાણીએ ૯.૭૯ એસ.પી.આઇ. સાથે ગુજરાતમાં ત્રીજો ક્રમાંક, સીવીલ એન્જીનીયરીંગમાં મેંદપરા અવની મુકેશભાઇ ૯.૭૯ એસ.પી.આઇ. સાથે ગુજરાતમાં બીજો ક્રમ મેળવેલ છે.આ ઉજવળ પરિણામ માટે આચાર્યશ્રી ડો. જયેશ દેશકરના માર્ગદર્શન હેઠળ પ્રથમ વર્ષના હેડ ડો. નીરવ મણીયાર, સબ્જેકટ કો-ઓર્ડીનેટર ડો. એરીક લાખાણી, પ્રો. સંકેત પંડયા, પ્રો. અનુપ બુધરાણી, ડો. દર્શનાબેન ભટ્ટી, પ્રો. કૃણાલ ખીમાણી, પ્રો. નિવિદ લીંબાસીયા, પ્રો. શ્રેયસ ધુલીયા, પ્રો. જીજ્ઞેશ શાહ, ડો. જયસુખ મારકણા, ડો. પ્રવીણ વાઢલ, કલાસ ટીચર પ્રો. અંજના સાપરીયા, પ્રો. દર્શીતાબેન, ડો. નિશાંત ગોપલાન, પ્રો. કેયુર નાગ્રેચા તથા તમામ વિભાગીય વડાઓ, પ્રાધ્યાપકગણ અને કર્મચારીગણે જમહેત ઉઠાવી હતી.

(2:38 pm IST)