Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

કાલાવડના પીપરના મનસુખભાઇ રાંકનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૧૪: કાલાવડના પીપર ગામે રહી ખેતી કામ કરતાં મનસુખભાઇ હીરાભાઇ રાંક (ઉ.વ.૫૬) રાતે ઘરે બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર ચાર ભાઇ અને એક બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ કાલાવડ પોલીસને જાણ કરી હતી.

(12:43 pm IST)