Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

રાજકોટ મનપાના દરેક વિભાગના સંકલન માટે દર મંગળવારે મીટિંગ : મ્યુ.કમિશનરનો નિર્ણંય

અંડર બ્રિજ અને ઓવરબ્રિજના કામોને અગ્રતા આપવા માટે સૂચના

રાજકોટ: મહાનગરપાલિકાના તમામ વિભાગોના અધિકારીઓ સાથે આજે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ બેઠક કરી હતી અને શહેરમાં ચાલતા કામોની સમિક્ષા કરી હતી. કમિશનર અમિત અરોરાએ તમામ અધિકારીઓ પાસેથી તેમના પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ તેમાં આવતી મુશ્કેલીઓ અને કેટલા સમયમાં આ કામ પૂર્ણ થશે તેની માહિતી મેળવી હતી.

અલગ અલગ વિભાગોમાં સંકલનના અભાવને કારણે કોઈ કામમાં વિલંબ ન આવે તે માટે અમિત અરોરાએ તમામ વિભાગના અધિકારીઓને હાજર રાખ્યા હતા. એટલું જ નહીં હવે દર મંગળવારે તમામ વિભાગના અધિકારીઓ સાથે આ પ્રકારની રિવ્યૂ બેઠક કરવાની જાહેરાત પણ કરી હતી.

આજની અધિકારીઓ સાથેની બેઠકમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં તૈયાર થઈ રહેલા અંડર બ્રિજ અને ઓવરબ્રિજના કામોને અગ્રતા આપવા માટે સૂચના આપવામાં આવી હતી. જેમાં લાઈટ પોલ અને વૃક્ષોનું સ્થળાંતર અને તેનું બીજી જગ્યાએ પ્લાન્ટેશન કરવાની વાત પર ભાર મૂક્યો હતો. મ્યુનિસિપલ કમિશનરે દરેક વિભાગના અધિકારીઓને છ માસના પ્રિ પ્લાન પર ભાર મૂક્યો હતો અને તમામ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી

(10:54 pm IST)