Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

માન્‍યતા નહિ ધરાવતી બોર્ડ ઓફ હાયર સેકન્‍ડરી એજયુકેશનના નામે ખાંભામાં સ્‍કુલ ચલાવતો કેતન જોશી ઝડપાયો

સર્ટીફીકેટ, માર્કશીટ બોગસ જોડાણને લગતુ સાહિત્‍ય કબ્‍જે : એક સર્ટીફીકેટ વેરીફાઇ થાય એટલે ૧૦૦૦ ડીડીથી મળી જતા!

રાજકોટ, તા., ૧૪: શહેર ક્રાઇમ બ્રાન્‍ચે બોર્ડ ઓફ હાયર સેકન્‍ડરી એજયુકેશન દિલ્‍હીના નામે કોઇ પણ સરકારી શિક્ષા વિભાગ કે અન્‍ય સરકારી માન્‍યતા વગર ધમધમાવાતા ગેરકાયદે કૌભાંડમાં પ૭ સ્‍કુલોને દેશભરમાં જોડાણ અપાયાનું શોધી કઢાયા બાદ આ પૈકીની ખાંભા (અમરેલી) ખાતે  ચાલતી ધો.૧ થી ૧રની સ્‍કુલના સંચાલક અને ટ્રસ્‍ટી કેતન જોશીની ધરપકડ કરવામાં આવી છે.
આ કૌભાંડની તપાસ કરી રહેલા પીઆઇ વાય.બી.જાડેજા દ્વારા ઝડપાયેલા આરોપીની પુછપરછ કરવામાં આવી રહી છે.
શહેરના નાનામવા રોડ ઉપર માધવ કોમ્‍પલેક્ષના ત્રીજા માળે એસઇઆઇટી એજયુકેશન નામની ઓફીસમાં થોડા દિવસો પહેલા ડીપ્‍લોમા અને ડીગ્રીના બોગસ સર્ટીફીકેટો કોઇ પણ જાતની તાલીમ વગર ૧પ-૧પ હજારમાં વેચાતા હોવાનું કૌભાંડ  ઝડપાયાના પગલે-પગલે માન્‍યતા વગરના બોર્ડના જોડાણથી સ્‍કુલો ચલાવાતી હોવાનું વધુ એક કૌભાંડ બહાર આવતા કૌભાંડના  સુત્રધાર જયંતીલાલ લાલજીભાઇ સુદાણી, જીતેન અમૃતલાલ પીઠડીયા, પરેશ પ્રાણશ઼કર વ્‍યાસ, કેતન હરકાંતભાઇ જોષી અને દિલ્‍હીના તનુજા સીંગ સામે ગુન્‍હો નોંધવામાં આવ્‍યો હતો. આ પૈકીના કેતન જોશીની આજે ધરપકડ કરવામાં આવી છે. દિલ્‍હી સ્‍થિત તનુજાસીંગ  બોગસ સર્ટીફીકેટનું વેરીફીકેશન આપવાનું કામ કરતા હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્‍યું છે. નોકરી વાંચ્‍છુ યુવાનો દ્વારા આવા હજારો સર્ટીફીકેટો મેળવ્‍યાનું બહાર આવી રહયું છે. એક સર્ટીફીકેટ વેરીફાઇ થાય એટલે કૌભાંડીયાઓને એક હજારનો ડીડી મળી જતો હોવાનું તપાસમાં ખુલી રહયું છે. વધુ તપાસ પીઆઇ વાય.બી. જાડેજા, પીઆઇ જે.વી.ધોળાના નેજા તળે એએસઆઇ પ્રતાપસિંહ જાડેજા, એભલભાઇ બરાલીયા, ભરતભાઇ વનાણી, વિરેન્‍દ્રસિંહ જાડેજા સહીતની ટુકડી દ્વારા ચલાવવામાં આવી રહી છે.

 

(4:37 pm IST)