Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

કાલાવડ રોડ રોયલ પાર્કમાં અજાણ્‍યા પ્રૌઢનું બેભાન હાલતમાં મોત

 

રાજકોટ તા. ૧૪ : કાલાવડ રોડ પર રોયલ પાર્કમાં બેભાન હાલતમાં અજાણ્‍યા પ્રૌઢનું મોત નિપજ્‍યું છે.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર રોયલ પાર્ક શેરી નં. ૬માં એક આશરે ૫૫ વર્ષના અજાણ્‍યા પ્રૌઢ બેભાન હાલતમાં પડયા હોવાની કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે તાકીદે સ્‍થળ પર પહોંચી ઇ.એમ.ટી. વૈશાલીબેને તપાસ કરતા તેનું મોત નિપજ્‍યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના એ.એસ.આઇ. એચ.એલ.સબાડ સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. જો કોઇ આ પ્રૌઢના વાલી વારસ હોય તો યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશન ફોન નં. ૦૨૮૧-૨૫૭૫૧૨૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:01 pm IST)