Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

જાગો હિન્‍દુસ્‍તાનીઃ રાત્રે કોલ્‍હાપુરના કલાકારો દેશભકિતના ગીતો પિરસશે

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત જૈન વિઝન દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે કાર્યક્રમ :કોલ્‍હાપુરના ૨૫ ગાયક કલાકારો દેશના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલા શુરવીરોની યાદ અપાવશેઃ સ્‍પેશ્‍યલ લાઈટ ઈફેકટસ, સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સ આકર્ષણ જમાવશે

 

રાજકોટઃ આજે દેશમાં એકતા અને ભાઈચારાનો સંદેશો ઘરે ઘરે પહોંચાડવાની જરૂરિયાત છે ત્‍યારે કોલ્‍હાપુરના ૨૫ જેટલા સંગીતકારોએ સાથે મળીને તૈયાર કરેલો હિન્‍દી ફિલ્‍મના જાણીતા ગીતો આધારિત જાગો હિન્‍દુસ્‍તાની કાર્યક્રમ રાજકોટમાં રજૂ થવા જઈ રહ્યો છે. સ્‍વર નિનાદ દ્વારા રજૂ થનારા જાગો હિન્‍દુસ્‍તાની કાર્યક્રમનું આયોજન જાણીતી સેવાભાવી સંસ્‍થા જૈન વિઝન દ્વારા કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમ આજે રાત્રે ૯:૩૦ થી હેમુ ગઢવી હોલમાં યોજાશે. સ્‍પેશિયલ લાઈટ ઇફેક્‍ટ અને એડવાન્‍સ સાઉન્‍ડ સિસ્‍ટમ્‍સના ઉપયોગથી રજૂ થનારો કાર્યક્રમ માણવાલાયક છે.

રાષ્ટ્ર ભક્‍તિની આહલેકમાં આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત આયોજીત આ કાર્યક્રમ  ભારતના ઇતિહાસમાં સ્‍વર્ણ અક્ષરે લખાયેલા શુરવીરોની યાદ અપાવતો અને દરેક ભારતીયને જોવો ગમે એવા દેશભક્‍તિના ગીતોથી ભરપૂર જાગો હિન્‍દુસ્‍તાની કાર્યક્રમ વિશેષ મહેમાનોની ઉપસ્‍થિતિમાં યોજાશે.

જૈન વિઝનના સંયોજક મિલન કોઠારીના જણાવ્‍યાનુસાર આ કાર્યક્રમમાં ઉદ્દદ્યાટક તરીકે પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્‍થિત રહેશે.પ્રમુખ સ્‍થાને મેયર ડો. પ્રદીપ ડવ, મુખ્‍ય મહેમાન તરીકે ભાજપના પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધનસુખભાઇ ભંડેરી, ભુપતભાઈ બોદર, મનસુખભાઈ ખાચરીયા, નીતિનભાઈ ભારદ્વાજ, પુષ્‍કરભાઈ પટેલ, ડો. દર્શીતા શાહ, મનસુખભાઈ રામાણી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી મનીષભાઈ ચાંગેલા, બિહારીભાઇ ગઢવી, નરેશભાઈ લોટીયા, રમેશભાઈ મહેતા, જનકભાઈ ઠકકર વગેરે  ઉપસ્‍થિત રહેશે.

આ કાર્યક્રમ માટે  જયોતીન્‍દ્રભાઈ મહેતા, દામિનીબેન કામદાર, નીતિનભાઈ કામદાર, જીતુભાઈ ચાવાળા, અનિમેષભાઈ રૂપાણી, દિપકભાઈ પટેલ, મિતુલભાઈ વસા, જીતુભાઈ બેનાણી, જયેશભાઈ શાહ, ચિરાગભાઈ મહેતા, હરેશભાઈ વોરા, મેહુલભાઈ રૂપાણી, રાજનભાઈ મહેતા, અજીતભાઈ જૈન, સુનિલભાઈ શાહ, ચંદ્રકાંતભાઇ શેઠ, અનીલભાઈ દેસાઈ, પ્રવીણભાઈ કોઠારી, વિભાસભાઈ શેઠ, જેનીશભાઈ અજમેરા અને હેમલભાઈ મહેતા વગેરેનો સમાવેશ થાય છે.

ભારતની આઝાદીની સુરીલી અમૃત ગાથા સમાન કાર્યક્રમ આઝાદ ભારતના ૭૫ વર્ષની સફર કરાવશે. અત્‍યાર સુધી માં દેશમાં જાગો હિન્‍દુસ્‍તાનીના ૩૨૦૦ જેટલા કાર્યક્રમ થઈ ચૂક્‍યા છે જયારે અમેરિકામાં પણ ૨૮ જેટલા શો યોજાયા છે. આ કાર્યક્રમની સફળતા માટે જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી અને તેમની ટીમના ભરત દોશી જય ખારા ધીરેન ભરવાડા બ્રિજેશ મહેતા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે મિલન કોઠારી, ભરત દોશી, સંજય મહેતા, હિતેષ મણિયાર અને પ્રફુલ ગેડિયા વિ.નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

 

કોલ્‍હાપુરના ગાયક કલાકારોની ટીમે વાઘા બોર્ડર, તિહાર જેલ સહિત દેશ- વિદેશમાં કાર્યક્રમો યોજયા

રાજકોટઃ સ્‍વર નિનાદની કોલ્‍હાપુરની ગાયક કલાકારોની ટીમ આજે રાત્રે શહેરના હેમુ ગઢવી હોલ ખાતે દેશભકિતના ગીતો પિરસનાર છે.ે ત્‍યારે આ કલાકારોએ કાશ્‍મીર, વાઘા બોર્ડર, તિહાર જેલ, પંજાબના મહિલા સેલ, મુંબઈમાં ૭૫, પુના ૫૦, ગુજરાતમાં ૧૦૦થી વધુ તેમજ રાજકોટમાં ચોથી વખત અને દેશના અનેક ધાર્મિક સ્‍થળોએ કાર્યક્રમ કરી ચૂકયા છે.

 

(3:50 pm IST)