Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

વ્‍હાલીના વધામણાં... ‘કન્‍યાદાન': મંગળવારે ૧૦૧ દીકરીઓના સમુહલગ્નોત્‍સવ

અગ્રણી ઉદ્યોગપતિ અને જે.એમ.જે.ગ્રુપના મેનેજિંગ ડિરેકટર મયૂરધ્‍વજસિંહ જાડેજા સમૂહલગ્નના યુવા પ્રણેતાઃ સી.આર.પાટીલ મુખ્‍ય અતિથીઃ પૂ.પરમાત્‍માનંદ સ્‍વામીના આર્શિવચનઃ દીકરીઓને કરિયાવરમાં સોનાની ચૂંક, ચાંદીના સાંકળા સહિત ગૃહ ઉપયોગી તમામ વસ્‍તુઓ અપાશે

રાજકોટઃ સમાજનો કોઇપણ સામાન્‍ય પરિવાર હોય તેને લગ્નના મોંદ્યા ખર્ચ પોષાય તેમ નથી ત્‍યારે આવા પરિવારની દીકરીઓને સમૂહલગ્નના માધ્‍યમથી મદદરૂપ થવું એવો રાજકોટના ઉદ્યોગપતિ અને સામાજિક યુવા અગ્રણી મયૂરધ્‍વજસિંહ એમ. જાડેજા નો શુભ સંકલ્‍પ છે. જેને અનુંલક્ષી મંગળવાર તા.૧૭ના રોજ રાજકોટના આંગણે, પારિજાત પાર્ટી પ્‍લોટ, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે ભવ્‍યાતિભવ્‍ય સર્વજ્ઞાતિ, સર્વધર્મ સમૂહલગ્નોત્‍સવ વ્‍હાલીના વધામણાં...‘‘કન્‍યાદાન''નું અનેરૂ આયોજન થયું છે. જેમાં દીકરીઓને કરિયાવર પણ અપાશે. જેમાં મુખ્‍ય અતિથી રૂપે પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલ રહેશે જયારે આર્ષ વિદ્યા મંદિરના પૂ. પરમાત્‍માનંદ સ્‍વામી આશિર્વચન પાઠવશે.

જે.એમ.જે ગ્રૂપના મયુરધ્‍વજસિંહ જાડેજા એ જણાવ્‍યું હતું કે, ભારતીય લગ્ન સંસ્‍કાર પ્રણાલી-પરંપરામાં સમૂહલગ્ન એ અત્‍યારના સમયની માંગ છે. છેલ્લા ૨ વર્ષથી કોરોનાકાળ હોય સમૂહલગ્ન શક્‍ય બન્‍યા નહોતા જેથી આ વર્ષે આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે, એકમાત્ર દાતા તરીકે મયુરધ્‍વજસિંહ જાડેજાએ વર્ષ ૨૦૧૯ માં ૮૬ દિકરીઓના સમૂહ લગ્ન કરાવ્‍યા સાથે આજ લગ્નોત્‍સવમાં તેઓ પણ લગ્નગ્રંથીથી જોડાતા કુલ ૮૭ દિકરીઓના લગ્નની વિરલ અને ઐતિહાસિક દ્યટના દ્યટી હતી. આ ઉપરાંત મયુરધ્‍વજસિંહ જાડેજાએ તેમના દીકરીના પ્રથમ જન્‍મદિવસની અનોખી ભેટરૂપે કોરોનાકાળમાં માતા-પિતાનું છત્ર ગુમાવનાર પાંચ દીકરીઓના વાલી બની દત્તક લઇ તેને પ્રાથમિક શિક્ષણ થી માંડી કોલેજ સુધીના અભ્‍યાસની તમામ ફી ની જવાબદારી ઉપાડી હતી. એટલું જ નહીં તેઓએ કોરોનાકાળમાં અનેક ભૂખ્‍યાઓના જઠરાગ્નિ ઠારવા, ઓક્‍સીજનના બાટલાઓ પુરા પાડવા વગેરે જેવા અનેક સેવાકિય કાર્યો તેમણે કર્યા છે.

આ લગ્નોત્‍સવમાં સર્વધર્મના ૧૦૧ યુગલોએ રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું છે. મંગળવારે સવારે ૮:૩૦ કલાકે જાનનું આગમન અને સામૈયા, ૯:૩૦ કલાકે માનવંતા મહેમાનોનું સન્‍માન અને હસ્‍તમેળાપ, તથા ૧૨ કલાકે ભોજન સમારંભ યોજાશે. આ અવસરે સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્‍સવના સાક્ષી બનવા સમાજ શ્રેષ્‍ઠીઓ, રાજકીય મહાનુભાવો, સર્વ સમાજના રાજેસ્‍વીરત્‍નો, સંતો-મહંતો, ઉચ્‍ચ અધિકારીઓ, નારી રત્‍નો સહિત મોંઘેરા મહેમાનો ઉપસ્‍થિત રહેશે. આ લગ્નોત્‍સવમાં જયમીનભાઇ ઠાકર, વિજયભાઇ દેશાણી, બલભદ્રસિંહ ચુડાસમા, કિશોરસિંહ જેઠવા, વિનોદ બોખાણી, ધર્મેશ વૈદ્ય, જયેશ ઉપાધ્‍યાય, મિલન કોઠારી અને સેફાયર એલિગન્‍સ ટીમ સહ આયોજક તરીકે જોડાયા છે. શિવ માનવ સેવા એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટની ટીમ દ્વારા આ ભવ્‍ય સમૂહ લગ્નસમારોહની વ્‍યવસ્‍થાની કામગીરીનો કાર્યભાર સંભાળ્‍યો છે. જે.એમ.જે ગ્રૂપ વર્ષોથી રિયલએસ્‍ટેટ, સોલાર પાર્ક, લોજીસ્‍ટિક વગેરે અનેક ક્ષેત્રે જોડાયેલું છે સાથે સમાજિક પ્રવૃતિઓમાં પણ સદાય અગ્રેસર રહ્યું છે. શ્રી મયૂરધ્‍વજસિંજ જાડેજાએ જણાવ્‍યું હતું કે, મેં એક સંકલ્‍પ કર્યો છે કે સમાજની દીકરીઓ જેમના માતા-પિતાને લગ્નનો સામાન્‍ય ખર્ચ પણ પોસાય તેમ નથી તેવા પરિવારની દીકરીઓને સંસાર વસાવવામાં મદદરૂપ થવું જે મારી દ્રષ્ટીએ સૌથી શ્રેષ્ઠ સામાજિક કાર્ય છે. જે.એમ.જે.ગ્રૂપ રાજકોટ દ્વારા આયોજીત આ ભવ્‍યાતિભવ્‍ય સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્‍સવનું અબતક ચેનલ અને જીટીપીએલ પરથી લાઇવ પ્રસારણ થશે.

 તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે શ્રી મયુરધ્‍વજસિંહ જાડેજા, શ્રી ધર્મેશભાઈ વૈદ્ય, શ્રી પ્રશાંત બક્ષી નજરે પડે છે. આ તકે કિશોરસિંહ જેઠવા અને વિશાલ મનાણી પણ ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

દીકરીઓને  કરિયાવરમાં ઢગલાબંધ વસ્‍તુઓ અપાશે

‘‘સોનાની ચૂંક ર્ં ચાંદીના સાંકળા ર્ં લોખંડની સેટી ર્ં ખુરશી ર્ં કબાટ ર્ં ગાદલું ર્ં ઓસિકા... આ ઉપરાંત સ્‍ટીલના બે ડબ્‍બા, સ્‍ટીલના લોટા, ભાતીયું, તપેલી, દૂધની પવાલી, ડીશ, કોઠી, ચા-ખાંડ ડબ્‍બા સેટ, બાથરૂમ સેટ, ચમચા-૬ સેટ, કાથરોટ, મીલકન, ગરણી, તાવિથો, સાણસી, ચીપીયો, તાંબાનો લોટા, કંકાવટી, જાકરિયો, કિટલી, ત્રાંસ, મસાલિયું, પવાલી, જગ, સ્‍ટીલની ડોલ, કડાઇ, સ્‍ટીલના બેડા, ટીનના તપેલા, કાંસાની થાળી, ટીનનો ડબ્‍બો, થાળી, વાટકા, ગ્‍લાસ અને ચમચી.

 

(3:51 pm IST)