Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

પત્‍નિને શારીરિક - માનસિક ત્રાસ આપવાના ગુનામાં ડો. પતિને બે વર્ષની સજા અને ૫ લાખનું વળતર ચુકવવા હુકમ

અન્‍ય યુવતિ સાથે સંબંધ રાખવા અંગે પત્‍નિએ ડો. પતિ બીપીન શાહ વિરૂધ્‍ધ ફરિયાદ કરેલી : ૫ લાખનું વળતર ન ચુકવે તો ડો. પતિને વધુ એક વર્ષની સજાનો આદેશ

 

રાજકોટ તા. ૧૪ : અત્રે ડો. બીપીનભાઈ છબીલદાસ શાહને માનસીક, શારીરીક ત્રાસ આપવાના કેસમાં બે વર્ષની સજા તથા માનસીક ત્રાસ આપવાના વળતર પેટે રૂા.પ,૦૦,૦૦૦ ચુકવવાનો આદેશ તેમજ રૂા.પ,૦૦,૦૦૦ વળતર પેટે ન ચુકવે તો એક વર્ષની વધુ સજા રાજકોટના ૧૭મા એડી. ચીફ જયુડી. મેજી. શ્રી સાવનકુમાર એચ. બામરોટીયાએ સજા ફરમાવેલ છે.

આ અંગેની વિગત મુજબ રાજકોટ શહેરના ઢેબર રોડ ઉપર નવકાર મકાનમાં રહેતા વણીક જૈન મહીલા રશ્‍મીબેન વા./ઓ. બીપીનભાઈ શાહએ તેના ડોકટર પતિ બીપીનભાઈ છબીલભાઈ શાહ, સાસુ શાંતાબેન તથા જેઠ પ્રતાપભાઈ અને જેઠાણી દેવીબેન પ્રતાપભાઈ શાહ તથા વિનુભાઈ શાહ રહે. બધા આલ્‍ફ્રેડ હાઈસ્‍કુલ સામે, નવકાર મકાન, ઢેબર રોડ, રાજકોટવાળા તથા હિતેશ્રીબેન બાબુભાઈ પટૃણી રહે. મહારાજા એપાર્ટમેન્‍ટ, ચૌધરી હાઈસ્‍કુલ સામે, રાજકોટવાળાની સામે ઈન્‍ડીયન પીનલ કોડની કલમ-૪૯૪, ૪૯૮(ક), ૪પર, ૧૧૪ મુજબની માનસીક, શારીરકી ત્રાસ અંગેની ફરીયાદ એ-ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં આપેલી તે ફરીયાદમાં ફરીયાદી રશ્‍મીબેને જણાવેલ કે તા.૦૬/૧ર/૧૯૮પ ના રોજ મુંબઈ મુકામે મારી સાથે લગ્ન કરી રાજકોટ તેડી લાવેલા અને રાજકોટ લાવ્‍યા બાદ મારા પતિ ડોકટરની પ્રેકટીસ કરતા હોય તેથી મહારાજ એપાર્ટમેન્‍ટ, ચૌધરી હાઈસ્‍કુલ સામે રહેતી યુવતિના પિતાજીની સારવાર કરવા ડો. બીપીન જતા હતા અને તે સમયે તેની સાથે ડોકટર લગ્ન બાહયતર સંબંધો બાંધવા લાગેલા અને ત્‍યારબાદ ફરીયાદીને છુટાછેડા કરી નાખવા માટે આરોપીઓ દબાણ કરવા લાગતા અને યેનકેન પ્રકારે ઘર છોડીને જતા રહે તે માટે પાણી, વીજળી અને હલણમાં હેરાનગતી કરવા લાગેલા. ફરીયાદી સાથે ડો. બીપીનભાઈ શાહ કોઈ સંબંધ રાખતા નહી અને ફરીયાદીને સોશ્‍યલ બોયકોટ કરી અને હેરાન કરવા લાગેલા વિગેરે બનાવવાળી ફરીયાદ તા.રર/૧ર/ર૦૦૧ ના રોજ નોંધાવેલી જેમા આરોપીઓની એ-ડીવીઝન પોલીસે ધરપકડ કરેલી.  સદરહુ કેસ રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. શ્રી એસ. એચ. બામરોટીયાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલશ્રીએ નામદાર કોર્ટમાં દલીલો કરી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનો રજુ કરી કોર્ટને કન્‍વીન્‍સ કારાવેલ કે પત્‍નીને માનસીક અને શારીરીક ત્રાસ આપવા માટેનો આ ફીટ કેસ છે અને તે દલીલો માન્‍ય રાખી આરોપી ડો. બીપીનભાઈ શાહને તકસીરવાન ઠરાવી ઈ.પી.કો. ક. ૪૯૮(ક) ના કામે તકસીરવાન ઠારાવી બે વર્ષની સાદી કેદની સજા ફરમાવેલ છે અને રૂા.પ,૦૦,૦૦૦  માનસીક ત્રાસ આપવાના વળતર પેટે ફરીયાદીને ચુકવવાનો આદેશ કરેલ છે અને જો વળતર ન ચુકવે તો વધુ એક વર્ષની સજા એટલે કે ત્રણ વર્ષની સજા ભોગવવાનો હુકમ ફમાવેલ છે.

 આ કેસની શરૂઆતના તબકકે એ-ડીવીઝન પોલીસે પણ ફરીયાદી સાથે અન્‍યાય કરી ફરીયાદીની ફરીયાદમાંથી મહત્‍વની હકીકતો કાઢી નાખેલી તે અંગે ફરીયાદીના ખાનગી વકીલ મહેશભાઈ ત્રિવેદીએ ગુજરાત હાઈકોર્ટમાં સ્‍પે. ક્રિમીનલ. એ નં.૩૩૮પ/ર૦૦ર થી દાખલ કરેલી જેમાં ગુજરાત હાઈકોર્ટે પોલીસ પાસે એપોલોજી ડીકલેર કરાવી એ-ડીવી. ગુ. ર. નં.૪૧૬/એ ર૦૦૧/ર થી નવી ફરીયાદ દાખલ કરાવેલી અને તે ફરીયાદ મુજબ પોલીસે ફરીયાદ દાખલ કરવી પડેલી તે કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આ કેસમાં ચુકાદો આપી કુલ નવ મુદૃા ડીસાઈડ કરી ક્રુયલ્‍ટીની વ્‍યાખ્‍યાની વિગતવાર ચર્ચા કરી નિઃશંકપણે ક્રુયલ્‍ટી માનેલ છે તેમજ અન્‍ય સાહેદોને પણ જુબાનીમાં ફરીયાદીના કેસને સમર્થન આપેલ છે.

સદરહુ કેસમાં ફરીયાદ પક્ષે શંકારહીત પુરાવો સરકાર પક્ષે સરકારી વકીલશ્રી ધર્મિલાબેન જોશીએ રજુ કરેલ આ કેસમાં કોર્ટે માનેલુ છે. આજુ બાજુના રહીશોના નીવેદનો લીધેલા છે અને કેસને સમર્થન આપેલ છે. સદરહુ કેસમાં ડો. બીપીન છબીલદાસ અને આ યુવતી એક જ ફલાઈટમાં સાથે લંડન ગયેલા અને ડોકટરના લગ્નેતર બાહય સંબંધોને કારણે ફરીયાદી રશ્‍મીબેનની જીંદગી ધુળધાણી થઈ ગયેલી છે અને આરોપી ડો. બીપીન છબીલદાસ શાહે પ્રોબેશન એટલે કે સુધરી જઈશે તેવી માંગણી કોર્ટમાં કરેલી પરંતુ તે અરજી પણ નામંજુર કરેલ છે અને આખરી ચુકાદો ફરમાવી બે વર્ષની સજા અને રૂા.પ,૦૦,૦૦૦ વળતર આપવાનો હુકમ કરેલ છે અને વળતર ન ચુકવે તો એક વર્ષની વધુ સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરીયાદી રશ્‍મીબેન શાહ વતી સરકારી વકીલશ્રી ધર્મિલાબેન જોશી તથા ફરીયાદી રશ્‍મીબેનના પ્રાઈવેટ વકીલ તરીકે રાજકોટના સીનીયર ધારાશાસ્‍ત્રી મહેશભાઈ સી. ત્રિવેદી, કિરીટભાઈ સાયમન, ધર્મેન્‍દ્રભાઈ જરીયા, કિશનભાઈ જોશી તથા ઘનશ્‍યામભાઈ અકબરી, હર્ષ ત્રિવેદી, હર્ષભાઈ ઘીયા, રોકાયેલ હતા.(

(4:14 pm IST)