Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

રાજકોટ એસટી વિભાગમાં વિવિધ ટ્રેડ માટે એપ્રેન્‍ટીસ ભરતીઃ ૧૬મીથી ૯ જૂન સુધી ફોર્મ મળી શકશે

 

રાજકોટ તા. ૧૪ :.. રાજકોટ એસ. ટી. વિભાગની એપ્રન્‍ટીસોની ભરતી માટે રાજકોટ વિભાગ હેઠળના વિભાગીય કચેરી, વિભાગીય મંત્રાલય, ટાયર પ્‍લાન્‍ટ-રાજકોટ તથા રાજકોટ, ગોંડલ, જસદણ, ડેપો ખાતે એપ્રેન્‍ટીસ એકટ -૧૯૬૧  અન્‍વયે એપ્રેન્‍ટીસ ડીઝલ મીકેનીક, મોટર મીકેનીક, ઓટો ઇલે., વેલ્‍ડર (ગેસ એન્‍ડ ઇલે.), ફિટર ટ્રેડ હેઠળના આઇ. ટી. આઇ. પાસ, ૧૦ પાસ અથવા ૧૦ પાસ (ફ્રેશર), તેમજ કોપા ટ્રેડ હેઠળના આઇ. ટી. આઇ. પાસ તથા ૧ર પાસ ઉમેદવારો અથવા ૧ર પાસ (ફ્રેશર) ઉમેદવારોની એપ્રેન્‍ટીસ તરીકેની ભરતી કરવાની હોઇ, તા. ૧૬ થી તા. ૯ સુધીમાં મહેકમ શાખા, વિભાગીય નિયામકની કચેરી, ગોંડલ રોડ, રાજકોટ ખાતેથી આ માટેના અરજીપત્ર સમય ૧૧ થી ૧૪ કલાક દરમ્‍યાન મેળવી લેવાના રહેશે.  તથા ભરેલ અરજીપત્રકો તા. ૧૦-૬-ર૦રર સમય ૧ર કલાક સુધીમાં  પરત કરવાના રહેશે.

(2:59 pm IST)