Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

નવા ૩૦૨ કેસ : કોરોનાનો પ્રહારઃ વધુ ૫૫ના મોત

સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૫૯ પૈકી ૧૫ કોવીડ ડેથ થયુઃ શહેરનો કુલ આંક ૨૩,૯૭૦એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૨૦,૨૧૯ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૮૫.૪૨ ટકા થયો

 રાજકોટ તા. ૧૪: શહેર - જિલ્લામાં  દિવસે ને દિવસે કોરોના કેસ અને મૃત્યુનો આંક વધતો જાય છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન  ૫૫નાં મૃત્યુ થયા છે. જયારે શહેરમાં બપોર સુધીમાં ૩૦૨ કેસ નોંધાતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૧૩નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૧૪નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૫૫ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

 ગઇકાલે ૫૯ પૈકી ૧૫ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૧૮૬   બેડ ખાલી છે.

નોંધનીય છે કે છેલ્લા અઠવાડિયાથી રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણનો આંકડો ૫૦૦ને પાર કરી ગયો છે ત્યારે શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં ૫૫ દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

બપોર સુધીમાં ૩૦૨ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૩૦૨ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૨૩,૯૭૦ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૨૦,૨૧૮ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૧૨,૧૫૭  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૩૦૨કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૦૧ ટકા થયો  હતો. જયારે ૨૫૨ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં ૭,૯૫,૫૨૫ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૩,૯૭૦ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૯૮ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ અંદાજીત ૨૩,૯૭૦  દર્દીઓ સારવાર હેઠળ છે.

(2:58 pm IST)