Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

ગોંડલની એશીયાટિક ઇન્સ્ટીટયુટના વિદ્યાર્થીઓનું રાજકોટની સમાજ કલ્યાણ કચેરી સામે આંદોલન કલેકટરને આવેદન

ર૦૧૬ ના વર્ષની પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ હજુ નથી આપીઃ હોલ ટિકીટ માટે દોડધામ કરાવાય છેઃ ગંભીર ફરીયાદો

ગોંડલ એશીયાટીક ઇન્સ્ટીટયુટના વિદ્યાર્થીઓએ આજે ''અકિલા''કાર્યાલય ખાતે શિષ્યવૃતિ અંગે વિસ્તૃત રજુઆતો કર્યા બાદ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૧૪ : એશીયાટીક ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ ટેકનોલોજીના વિદ્યાર્થીઓએ કલેકટરને આવેદનપત્ર પાઠવી. અનુસુચિત જાતિના શૈક્ષણીક વર્ષ ર૦૧૬ ના વિદ્યાર્થીઓની ર૦૧૬ ની પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતિ તાત્કાલીક રીલીઝ કરવા અંગે રજુઆતો કરી હતી.

આવેદનમાં ઉમેરાયું હતું કે એશિયાટીક ડીપ્લોમાં એજીનીયરીંગ કોલેજમાં સંસ્થામાં અભ્યાસ કરતા અમો અનુસુચિત જાતિના (એસસી) કેટેગરીના વિદ્યાર્થીઓના શૈક્ષણીક વર્ષ ર૦૧૬ ની પોસ્ટ મેટ્રીક શૈક્ષણીક શિષ્યવૃતિના ફોર્મ તા. ર૯/૧૦/ર૦૧૬ ના રોજ રજુ કરેલ છે. તેમાંથી ૮ર વિદ્યાર્થીઓની પ્રથમ વર્ષની શૈક્ષણીક શિષ્યવૃતી ત્રીજુ સત્ર પણ પૂર્ણ થઇ ગયેલ હોવા છતા આજ દિન સુધી મંજુર થવાની બાકી છે જીટીયુ રીઝલ્ટ અપડેશન મુજબ શૈક્ષણીક વર્ષ ર૦૧૬ ના ગત વર્ષના વિદ્યાર્થીઓની પ્રથમ વર્ષની શિષ્યવૃતિ અને શૈક્ષણીક ફી મળવાની બાકી હોય તેવા ઉપરોકત ૮ર વિદ્યાર્થીઓ પૈકી કુલ ૬૯ વિદ્યાર્થીઓએ ત્રીજા સત્રમાં એટલે કે જુલાઇ ર૦૧૭ થી નવેમ્બર ર૦૧૭ સુધીનું ત્રીજુ શૈક્ષણીક સત્ર પણ નિયમીત રીતે અભ્યાસ કરી પૂર્ણ કરેલ છે. છતા આ ૬૯ વિદ્યાર્થીઓને દોઢ વર્ષથી પણ વધારે સમય થયો છતા પ્રથમ વર્ષની શિષ્યવૃતિ/શિક્ષણ ફી મળેલ નથી.

નિયામકશ્રી સમાજ કલ્યાણ, ગાંધીનગર દ્વારા અપાયેલ સુચના તા.ર૬/૧ર/ર૦૧૭ ના રોજ નાયબ નિયામક રાજકોટની કચેરીને મળી ગયેલ હોવા છતા ઉપરોકત વિદ્યાર્થીઓની પ્રથમ વર્ષની શૈક્ષણીક શિષ્યવૃતિ મંજુર કરવાને બદલે સમાજ કલ્યાણ કચેરી, રાજકોટ દ્વારા તા. ર૭/૧ર/ર૦૧૭ ના રોજ અમારી સંસ્થા પર આ અંગે વિદ્યાર્થીઓના ફિજીકલ વેરીફિકેશન માટે ત્રણ નિરીક્ષકોની ટીમ મોકલી સરપ્રાઇઝ વેરિફિકેશનની કાર્યવાહી કરેલ જે દરમ્યાન ઉપરોકત ૬૯ વિદ્યાર્થીઓ પૈકી ૬૩ વિદ્યાર્થીઓ સંસ્થા ખાતે ત્રીજા સત્રમાં અભ્યાસ કરતા હાજર મળેલ આ તમામ વિદ્યાર્થીઓના નિરીક્ષકો દ્વારા નિવેદન પણ લેવાયેલ.

હવે જયારે આ બાબતે આટલો બધો સમય વિત્યો હોય ત્યારે સમાજ કલ્યાણ ઓફીસ, રાજકોટમાં અમો દ્વારા રૂબરૂ પુછપરછ કરતા અમોને સમાજ કલ્યાણ ઓફીસ, રાજકોટ દ્વારામાંથી વર્ષ ર૦૧૬-૧૭ ની પ્રથમ વર્ષની શિષ્યવૃતિ મંજુર કરવા માટે ડીસેમ્બર -જાન્યુઆરી ર૦૧૮માં યોજાયેલ પરીક્ષાની હોલ ટીકીટ રજુ કરવાનુ કહેવામાં આવેલ છે ત્યારે અમો સંસ્થા અને વિદ્યાર્થીઓ તરફથી નમ્ર નિવેદન છે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સિટીના નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓએ આપેલ પરીક્ષાની હોલ ટીકીટ પરીક્ષા પૂર્ણ થયા બાદ સાચવવાની કોઇ જરૂરીયાત રહે તી નથી.

અમો તમામ વિદ્યાર્થીઓએ ત્રીજા સત્રનો અભયાસ પૂર્ણ કરેલ છે અને તેનું વેરિફીકશન પણ પૂર્ણ થઇ ગયેલ છે તેવા વિદ્યાર્થીઓને વર્ષ ર૦૧૬ ની પ્રથમ વર્ષની શિષ્યવૃતિ મંજુર કરવા માટે ડિસેમ્બર-જાન્યુઆરી ર૦૧૮ ની પરીક્ષાની હોલ ટીકીટની જરૂરીયાત નિયમ મુજબ રહેતી નથી છતા પણ શકય હોય તે પરીક્ષાની શકય હોય એટલી હોલ ટીકીટ ઉપલબ્ધ કરાવવા આ બાબતે આપશ્રીએ રૂબરૂમાં અમોને માર્ગદર્શન આપેલ જે મુજબ અમો સંસ્થા તથા વિદ્યાર્થીઓ દ્વારા સવિશેષ મહેનત કરી સદરહુ વર્ષ ર૦૧૬-૧૭ની પ્રથમ વર્ષની શિષ્યવૃતિ રીલીઝ કરવા માટે અમો તમામ વિદ્યાર્થીઓની ડિીેમ્બર - જાન્યુઆરી ર૦૧૮માં યોજાયેલ પરીક્ષાની હોલ ટીકીટ તથા હાલમાં બીજા, ચોથા, અને છઠ્ઠા સત્રમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓના હાજરી પત્રકની નકલ પણ રજુ કરેલ છે.

વધુમાં અમો તમામ વિદ્યાર્થીઓની રિન્યુઅલ શિષ્યવૃતિની અરજી સરકારશ્રી દ્વારા ચાલુ વર્ષથી ઓનલાઇન કરવામાં આવી છે તેની માહીતી પણ એશિયાટીક સંસ્થા દ્વારા ફિઝિકલ વેરીફેકશન વખતે એટલે ર૯-૧ર-ર૦૧૭ ના રોજ સમાજ કલ્યાણ કચેરી, રાજકોટના નીરીરક્ષકોએ આપી દીધેલ આ બાબતથી પણ વિદ્યાર્થીઓની નિયમિતતાનો ખ્યાલ આવી જ જાય છે તો પણ અમો ૬૯ વિદ્યાર્થીઓની પ્રથમ વર્ષની ફ્રેશ શિષ્યવૃતિના હુકમો અમારા અભ્યાસને પણ દોઢ વર્ષથી વધુ સમય થયો છતા હજુ સુધી બાકી  છે જેના કારણે અમારી બીજા વર્ષની ઓનલાઇન શિષ્યવૃતિની અરજી મંજુર કરવાનું પ્રકરણ પણ ટલ્લે ચડશે. અમો વિદ્યાર્થીઓના શૈક્ષણીક ભવિષ્યને ગંભીર અસર થશે અને સમાજ કલ્યાણ કચેરી, રાજકોટ દ્વારા થતા આ અતિ વિલંબને કારણે અનુ.જાતિના વિદ્યાર્થીઓને શૈક્ષીણક સહાય પુરી પાડી ''ભણવા માટેના પ્રોત્સાહન'' માટેની સરકારશ્રીની નિતીના મુળભુત હેતુનો ભંગ થશે, તો તાત્કાલીક આ વિદ્યાર્થીઓની પ્રથમ વર્ષની શૈક્ષણીક શિષ્યવૃતિ રીલીઝ કરવા વિનંતી છ.ે(

(5:10 pm IST)