Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

મઘરવાડા બસ સ્ટેશન પાસેથી બાઇકમાં ૩૬ બોટલ દારૂ સાથે વિશાલ અને સંજયને ક્રાઇમ બ્રાંચે પકડ્યાઃ રાજૂનું નામ ખુલ્યું

રાજકોટઃ ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. કે. કે. જાડેજા, રઘુવીરસિંહ, રાજેશભાઇ સહિતની ટીમે રાત્રે મઘરવાડા ગામના બસ સ્ટેશન પાસેના રોડ પરથી બાઇકમાં ૩૬ બોટલ દારૂ લઇને નીકળેલા ગંજીવાડા મેઇન રોડ મનહરપરા-૪માં રહેતાં વિશાલ ઉર્ફ વિશલો બાલાભાઇ બાવળીયા (ઉ.૨૦), મનહરપરાના સંજય ભીખાભાઇ પરમાર (ઉ.૨૨)ને પકડી લઇ રૂ.. ૧૦૮૦૦નો દારૂ તથા ૨૫ હજારનું વાહન કબ્જે લીધા હતાં. આ દારૂ નવાગામના રાજૂ શીવાભાઇ કોળીએ આપ્યાનું કબુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

(10:32 am IST)