News of Sunday, 14th January 2018

કુવાડવામાં રામજી મંદિર પાસે જૂગાર રમતાં બે શખ્સ પકડાયા

રાજકોટઃ કુવાડવા ગામમાં રામજી મંદિર પાસે રામેશ્વર સાઇકલ નામની દૂકાન નજીક તિનપત્તીનો જૂગર રમવા બેઠેલ કુવાડવા શિવજી ગઇટ ઠુમ્મર શેરી પાસે રહેતાં જગદીશ રઘુરામભાઇ દુધરેજીયા (ઉ.૪૧) તથા રામજી મંદિર પાસે જ રહેતાં વિનોદ વૃજલાલ અગ્રાવત (ઉ.૩૬)ને કુવાડવાના હેડકોન્સ. સલિમભાઇ માડમ, પ્રકાશભાઇ વાંક, કોન્સ. હરેશભાઇ સારદીયા સહિતે પકડી લઇ રૂ.. ૧૭૩૦ની મત્તા કબ્જે લીધી હતી.

(10:31 am IST)
  • તમિલનાડુના મદુરાઈ સહિત ૧૬ ગામોમાં આશરે બે હજાર વર્ષ જૂની જલીકટ્ટુની રમત ફરીવાર આજે અનેક વિવાદો બાદ પોંગલના દિવસથી ૩ દિવસ માટે શરુ થઈ છે. access_time 3:45 pm IST

  • U-19 વર્લ્ડક૫માં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 100 રનથી હરાવ્યું : U-19 વર્લ્ડકપ-2018ના પ્રારંભિક મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 100 રનથી હરાવી શાનદાર શરૂઆત કરી છે. રાહુલ દ્રવિડની કોચિંગમાં ભારતીય ટીમે સૌપ્રથમ બેટિંગ કરી નિશ્ચિત 50 ઓવરોમાં 7 વિકેટ ગુમાવી 328 રન બનાવ્યાં હતાં. તો જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમે 42.5 ઓવરોમાં 10 વિકેટ ગુમાવી ફક્ત 228 રન બનાવ્યા છે. access_time 3:24 pm IST

  • મિઝોરમમાં 4થી વધુ બાળકો પેદા કરનારા મિઝો દંપત્તિઓને ઇનામ આપશે પ્રેસ્બિટેરિયન ચર્ચ અને ધ બેપ્ટિસ્ટ ચર્ચ ઓફ મિઝોરમ : મીડિયામાં આ બાબતે વિવાદ ઉભો થતા બન્ને ચર્ચ હવે કરશે પાછી નિર્ણયની સમીક્ષા access_time 4:42 pm IST