Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

ગવલીવાડમાં ફજલ શેખ ટ્વેન્ટી-૨૦ મેચ પર સટ્ટો રમતાં પકડાયોઃ ક્રાઇમ બ્રાંચે ૩૯૬૦૦ની મત્તા કબ્જે લીધી

રાજકોટઃ ક્રાઇમ બ્રાંચના એસીપી જે. એચ. સરવૈયા તથા પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પી.એસ.આઇ. આર. સી. કાનમીયા, જગમાલભાઇ ખટાણા,  મયુર પટેલ, કૃપાલસિંહ ઝાલા, જયસુખભાઇ હુંબલ, સંતોષ મોરી, કુલદીપસિંહ જાડેજા, સંજય રૂપાપરા સહિતનાએ પેટ્રોલીંગ દરમિયાન જગમાલભાઇ, મયુરભાઇ અને કૃપાલસિંહની બાતમી પરથી ગવલીવાડ-૭માં રહેતાં ફજલ સતારભાઇ શેખ (ઉ.૩૮)ના મકાનમાં દરોડો પાડી તેને બીબીએલ ૨૦-૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટ પર સટ્ટો રમાડતાં પકડી લઇ ત્રણ મોબાઇલ ફોન, એલઇડી ટીવી, સેટઅપ બોકસ, રોકડા રૂ.. ૩૬૦૦ મળી ૩૯૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

(10:30 am IST)