Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

વિવિધ સંસ્થાઓ દ્વારા કમલેશ મિરાણીનું સન્માન

રઘુવંશી મહીલા ટીમ : શહેર ભાજપ પ્રમુખપદે કમલેશ મિરાણીની પુનઃ વરણી થતા રઘુવંશી મહિલાઓએ પુષ્પબુકે આપી શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, પીનાબેન કોટક, કમલાબેન ભાગ્યોદય, બીંદીયાબેન અમલાણી, પલ્લવીબેન પોપટ, જાગૃતિબેન પી. ખીમાણી, તૃપ્તીબેન રાજવીર વગેરે રઘુવંશી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપ ડોકટર સેલ : શહેર ભાજપ પ્રમુખપદે કમલેશ મિરાણીની થયેલ વરણીને ભાજપ ડોકટર સેલના સૌરાષ્ટ્ર ઝોનના કન્વીનરો ડો. અમિત હપાણી, ડો. અતુલ પંડયા, ડો. ભરત વેકરીયા, ડો. એમ. વી. વેકરીયા, ડો. રાજેશ સાણજાએ શુભેચ્છા પાઠવી હતી. ભાજપ કાર્યાલયે યોજાયેલ સમારોહમાં પુષ્પ ગુચ્છ અર્પણ કરી સન્માન કરેલ.

સંજય ટાંક : શહેર ભાજપ પ્રમુખ તરીકે કમલેશ મિરાણીની વરણી થતા સ્વર્ણીમ સ્પોર્ટસ યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પોર્ટસ બોર્ડના ડાયરેકટર સંજયભાઇ ટાંકે પુષ્પગુચ્છ આપી સન્માનભેર શુભેચ્છા પાઠવી હતી.

રાજપૂત કરણી સેના : શહેર ભાજપ પ્રમુખ પદે પુનઃ નિયુકત થયેલ કમલેશભાઇ મિરાણીને રાજપુત કરણી સેના પ્રદેશ અધ્યક્ષ જે. પી. જાડેજાની આગેવાની હેઠળ પુષ્પગુચ્છ આપી સન્માન કરાયુ હતુ. આ તકે સૌરાષ્ટ્ર પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ જયકિશનસિંહ ઝાલા, શહેર પ્રમુખ ભરતસિંહ જાડેજા, જિલ્લા ઉપાધ્યક્ષ રાજદીપસિંહ જાડેજા, જિલ્લા મહામંત્રી સત્યેન્દ્રભાઇ ખાચર, જિલ્લા મંત્રી શિવરાજભાઇ ખાચર, તાલુકા પ્રમુખ વનરાજસિંહ ઝાલા, તાલુકા પ્રભારી સત્યજીતસિંહ જાડેજા, ચંદ્રેશભાઇ ડાવેરા, વનરાજભાઇ માંકડ, મહેન્દ્રભાઇ વાળા વગેરેએ ઉપસ્થિત રહી કમલેશભાઇને શુભેચ્છાઓ આપી હતી.

(3:23 pm IST)