Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

આઇઓસી પ્લાન્ટ પાસે યુટીલીટીએ બાઇકને હડફેટે લેતા ઇકબાલભાઇનું મોત

રાજકોટ,તા. ૧૩: કુવાડવા રોડ પર આઇઓસી પ્લાન્ટ પાસે યુટીલીટીના ચાલકે બાઇકને હડફેટે લેતા મુસ્લિમ પ્રૌઢનું મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો છે.

મળતી વિગત મુજબ દૂધસાગર રોડ પર રહેતા ઇકબાલભાઇ હમીદભાઇ અબ્બાસી (ઉવ.૫૦) ગઇ કાલે પોતાનું બાઇક લઇને હડાળા મિત્રને મળવા માટે જતા હતા. ત્યારે કુવાડવા રોડ આઇઓસી પ્લાન્ટ પાસે પહોંચતા યુટીલીટીના ચાલકે પૂર ઝડપે આવી બાઇકને પાછળથી ઠોકર મારતા ઇકબાલભાઇ ફંગોળાઇ જતા ેતેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તેની પાછળ આવતા બે મિત્રોએ જાણ કરતા કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ જે.કે. પાંડાવદરા સહિતના સ્ટાફે સ્થળ પર પહોંચી પ્રૌઢના મૃતદેહને પીએમ માટે ખસેડાયો હતો. આ બનાવ અંગે પોલીસ યુટીલીટી ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(2:33 pm IST)