Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

અલીયાબાડા-જામ વંથલી વચ્ચે રેલ ટ્રેક ઉપર પાણી ફરી વળ્યાઃ મુંબઇ-ઓખા સૌરાષ્ટ્ર મેલ ડાયવર્ટ કરાયો : ઓખા-મુંબઇ સૌરાષ્ટ્ર મેલ પ કલાક મોડો

ઓખા-અર્નાકુલમ જામનગર તરફથી પાછી વાળી ડાયવર્ટેડ રૂટ કાનાલુસ-વાસજાળીયા-જેતલસર-ભકિતનગર-રાજકોટ ઉપર દોડાવાઇઃ દહેરાદુન-ઓખા રાજકોટ સ્ટેશન ઉપર શોર્ટ ટર્મીનેટઃ ઓખા નહિ જાયઃ ભાવનગર-ઓખા જાળીયા દેવાણીથી શોર્ટ ટર્મીનેટઃ ઓખા-ભાવનગર રાજકોટથી પાછી વળાશે

રાજકોટ, તા., ૧૩: ગઇરાતથી જામનગર અને રાજકોટ જીલ્લા ઉપર મેઘરાજાએ અનરાધાર વરસવાનું ચાલુ કરતા  ૪ ઇંચથી રપ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.  જામનગર જીલ્લામાં આભ ફાટયાની સ્થિતિ વચ્ચે અલીયાબાડા-જામવંથલી રેલ સેકશનમાં ટ્રેક ઉપર પાણી ફરી વળતા તકેદારી રૂપે ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી છે અથવા તો રાજકોટ-જામનગર તરફ ડાયવર્ટેડ રૂટ ઉપરથી દોડાવાઇ હતી તો કેટલીક ટ્રેનો રાજકોટથી શોર્ટ ટર્મીનેટ કરી દેવામાં આવી હતી.

ડીવીઝનલ કોમર્શીયલ મેનેજર અભિનવ જૈફની સતાવાર યાદી મુજબ આજે તા.૧૩ સપ્ટેમ્બરની ટ્રેન નંબર ૦ર૯૪૬ ઓખા-મુંબઇ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલને રીશેડયુલ કરવામાં આવી છે. આ ટ્રેન ઓખાથી નિર્ધારીત સમય સવારે ૧૧.૦પ કલાકે ઉપડવાને બદલે ૪ કલાક પપ મીનીટ મોડી સાંજે ૪ વાગ્યે રવાના થશે.

આવી જ રીતે ૧૧ સપ્ટેમ્બરની હાવડા-પોરબંદર (ટ્રેન નં. ૦૯ર૬) ભકિતનગર-જેતલસર-વાંસજાળીયા-પોરબંદરના પરિવર્તીત રૂટ ઉપર દોડશે. ૧ર સપ્ટેમ્બરની મુંબઇ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ (ટ્રેન નં. ૦ર૯૪પ)ને ભકિતનગર-જેતલસર-વાંસજાળીયા-કાનાલુસ-ઓખા રૂટ ઉપર ડાયવર્ટ કરાયો હતો. આ ટ્રેનમાં આજની દહેરાદુન-ઓખા સ્પે. ટ્રેનના ખંભાળીયા-ઓખા તરફ જતા યાત્રીકોને બેસાડી દેવાયા હતા.

આ ઉપરાંત ૧૦ સપ્ટેમ્બરે રામેશ્વરથી ઓખા જતી ટ્રેનને જામનગરથી પાછી રાજકોટ લાવી રાજકોટ-ઓખા વચ્ચે ભકિતનગર-જેતલસર-વાંસજાળીયા-કાનાલુસ-ઓખાના રૂટ ઉપર ડાયવર્ટ કરવામાં આવી હતી. તેમજ ૧૩ સપ્ટેમ્બર એટલે કે આજની ઓખા-અર્નાકુલમ સ્પેશ્યલને જામનગરથી પાછી વાળી કાનાલુસ-વાંસજાળીયા-જેતલસર-ભકિતનગર-રાજકોટ ઉપર ચલાવવામાં આવશે. ૧૦ સપ્ટેમ્બરની દહેરાદુન-ઓખા સ્પેશ્યલ ટ્રેનને રાજકોટ શોર્ટ ટર્મીનેટ કરી રાજકોટ-ઓખા વચ્ચે રદ કરી દેવાઇ હતી. ગઇકાલે તા.૧ર મી એ ભાવનગરથી ઓખા જવા ઉપડેલી સ્પે. ટ્રેનને જાળીયા દેવાણી શોર્ટ ટર્મીનેટ કરી જાળીયા દેવાણી-ઓખા વચ્ચે રદ કરી દેવાઇ હતી. આ ઉપરાંત આજની ઓખા-ભાવનગર સ્પે. ટ્રેન ઓખાને બદલે રાજકોટથી ભાવનગર વચ્ચે દોડાવવામાં આવી હતી.

(4:01 pm IST)