Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

દારૂના ગુનામાં ફરાર આજી વસાહતના હરેશ બસીયાને પકડી લેવાયો

અગાઉ ક્રાઇમ બ્રાંચના વી. જે. જાડેજાએ ભોં ટાંકામાં છુપાવેલા દારૂ સાથે રાધેને પકડ્યો તેમાં નામ ખુલ્યું હતું

રાજકોટ તા. ૧૩: અગિયાર દિવસ પહેલા આજી વસાહત ખોડિયારપરા-૭માં રહેતાં જીતેન્દ્ર ઉર્ફ રાધે ગોવિંદભાઇ ગઢાદરા (કોળી)ને ઘરના ભોં ટાંકામાં સંતાડી રાખેલી દારૂની ૩૪ બોટલો સાથે પકડી લેવાયો હતો. આ ગુનામાં જે તે વખતે હરેશ ટપુભાઇ બસીયા (કાઠી દરબાર) (ઉ.વ.૩૦-રહે. આજી વસાહત ખોડિયારપરા-૭)નું નામ ખુલ્યું હતું. આ શખ્સને ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી. જે. જાડેજા અને ટીમે પકડી લીધો છે.

જીતેન્દ્ર ઉર્ફ રાધેના ઘરે દરોડો પાડી તેણે ભોં ટાંકામાં દારૂ સંઘર્યો હોઇ બોટલો સાથે પકડી લવાયો હતો. તેની પુછતાછમાં હરેશ બસીયાનું નામ ખુલ્યું હતું. ત્યારથી તે સતત ફરાર રહેતો હતો. દરમિયાન તે આજીડેમ ચોકડી પાસે આવ્યો હોવાની ચોક્કસ બાતમી મળતાં એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ જયેશભાઇ નિમાવત, ચેતનસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. ભરતસિંહ પરમાર, મહેશભાઇ ચાવડા, શકિતસિંહ ગોહિલ, સ્નેહભાઇ ભાદરકા અને કુલદિપસિંહ જાડેજાએ પકડી લીધો હતો. હરેશ વિરૂધ્ધ અગાઉ થોરાળા અને ડીસીબીમાં દારૂના ગુના નોંધાઇ ચુકયા છે.

(3:48 pm IST)