Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ત્રણ વાહન ચોરીના ગુનામાં ફરાર રૈયાધારના વિજય ઉર્ફ કાયડી રાવણચોકમાંથી પકડાયો

પેરોલ ફરલો સ્કવોડની ટીમે પકડી થોરાળા પોલીસને સોંપ્યોઃ અગાઉ પણ વાહનો ચોર્યા'તા

રાજકોટ તા. ૧૩: ત્રણ વાહન ચોરીના ગુનામા છેલ્લા સાત મહીનાથી નાસતા ફરતા રૈયાધાર મફતીયાપરા ચારબાઇના મંદિરની બાજુમાં ઘર ધરાવતાં  અને હાલ અમદાવાદ શાહપુર રહેતાં વીજય ઉર્ફે કાયડી વીનુભાઇ સોલંકી (ઉ.વ.૨૫) નામના કોળી શખ્સને પેરોલ ફરલો સ્કવોડની ટીમે ચુનારાવાડ રાવણ ચોકમાંથી પકડી લઇ થોરાળા પોલીસને સોંપ્યો છે.

પેરોલ ફરલો સ્કવોડના કોન્સ. યુવજરાજસીંહ રાણા, કોન્સ. સીરાજભાઇ ચાનીયા તથા કોન્સ યોગેન્દ્રસિંહ ઝાલાની બાતમી પરથી આ શખ્સને પકડી લેવાયો હતો. આ શખ્સ થોરાળા, પ્ર. નગર અને એ- ડિવિઝન પોલીસના ત્રણ વાહન ચોરીના ગુનામાં ફરાર હતો. અગાઉ પણ તે યુનિવર્સિટી, ભકિતનગર પોલીસમાં વાહન ચોરીમાં પકડાયો હતો.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપીશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા તથા ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાની સુચના મુજબ પીએસઆઇ એમ.એસ.અંસારી, એએસઆઇ ઝહીરભાઇ ખફીફ,  અનીલસીંહ ગોહીલ, કોન્સ જયુભા પરમાર, કોન્સ ધીરેનભાઇ ગઢવી, મહિલા કોન્સ સોનાબેન મુળીયા તથા શાંતુબેન મુળીયાએ આ કામગીરી કરી હતી.

(3:47 pm IST)