Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

લલ્લુડી વોકળી - હાથીખાના વિસ્તારમાંથી અનેક પરિવારોનું સ્થળાંતર

સતત વરસાદ વચ્ચે પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ - સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ કંટ્રોલરૂમમાં ખડેપગે : રામાપીર ચોકડી સહિતના પાણી ભરાયેલ વિસ્તારોમાં જે.સી.બી. દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરાવાઇ

રાજકોટ તા. ૧૩ : શહેરમાં ગઈકાલથી મેઘ રાજાની કૃપા વરસી રહેલ છે વરસાદના અનુસંધાને મેયર ડો.પ્રદિપ ડવ વહેલી સવારથી સતત ફિલ્ડમાં રહેલ છે મવડી ચોકડી નાના મવા સર્કલ રામાપીર ચોકડી સ્થળ મુલાકાત લીધેલ પાણી ભરવાની જયાં જયાં ફરિયાદ હતી ત્યાં જેસીબી દ્વારા પાણીનો નિકાલ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ આ ઉપરાત લલુડી વોકળી ખાતે તંત્ર દ્વારા લોકોને લુહાર જ્ઞાતિ વાડીમાં સ્થળાંતર કરવામાં આવેલ તેમજ જે લોકો ફસાયા હતા તેઓને બહાર કાઢવામાં આવ્યા આ ઉપરાંત મેયર ડો.પ્રદિપ ડવએ રામનાથ મહાદેવની મુલાકાત લીધેલ.

વિશેષમાં પ્રદેશ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ કંટ્રોલ રૂમમાં ખડેપગે રહી તંત્રની કામગીરીની સમિક્ષા કરી રહયા છે તેમજ લલુડી વોકળીમાં રહેતા લોકોને સ્થળાંતરની કામગીરીની માહિતી મેળવેલ તેમજ શહેરમાંથી આવતી નાની મોટી ફરિયાદના નિકાલ માટે તંત્રને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ છે.

ડો.પ્રદિપ ડવ સાથે વોર્ડનં.૧૨ના કોર્પોરેટર મગનભાઈ સોરઠીયા આગેવાન મૌલિકભાઈ દેલવાડિયા, ચેતનભાઈ લાઠીયા, મનસુખભાઈ વેકરીયા, સુરેશભાઈ રામાણી, માયાભાઇ હુંબલ, રાજભા જાડેજા, અને મેહુલભાઈ ડાંગર વિગેરે સાથે જોડાયેલ.

હવામાન વિભાગ દ્વારા હજુ ભારે વરસાદની આગાહી હોઈ, લોકોને કામ સિવાય બહાર નીકળવું નહી.

(3:45 pm IST)