Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ગુરૂજી આવાસના કવાર્ટર અને બામણબોરમાં જુગારના દરોડાઃ ૧ર પતા પ્રેમી ઝડપાયા

યુનિવર્સિટી પોલીસ અને એરપોર્ટ પોલીસનો દરોડો

રાજકોટ, તા., ૧૩: સાધુ વાસવાણી રોડ પર ગુરૂજીનગર આવાસ યોજના કવાર્ટરની પાછળ યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા સાત શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ગુરૂજીનગર આવાસ યોજના કવાર્ટર ગેઇટ નં. ૧રની પાછળ કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.બી.જાડેજા તથા હેડ કોન્સ. યુવરાજસિંહ ઝાલા, રાજેશભાઇ તથા જેન્તીગીરી સહીતે આવાસ યોજના કવાર્ટર ગેઇટ નં. ૧રની પાછળ દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા આવાસ યોજના કવાર્ટર નં. ૧૮૬ના દિનેશ  ઘુસાભાઇ ગોહીલ, કવાર્ટર નં. ૧૪રના નીતીન ભગવાનજીભાઇ મકવાણા, કવાર્ટર નં. ર૧પ ના લીકાબેન પ્રકાશભાઇ ભાટી, કવાર્ટર નં. ૧૪રના મુકતાબેન ભગવાનજીભાઇ મકવાણા, રણછોડનગર શેરી નં. ૧૩ ના મધુબેન રામજીભાઇ બાવરીયા, કવાર્ટર નં. ૧૯૪ના દીપુબેન અશોકભાઇ છનીયારા તથા કવાર્ટર નં. ૨૧૪ના શોભનાબેન ભાવેશભાઇ રાવરાણીને પકડી લઇ રૂ.૪૫૪૦ની રોકડ સહીતની મતા કબ્જે કરી છે.

જયારે બીજા દરોડામાં એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ જી.એમ.હડીયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. એચ.એસ.તળાવીયા તથા કોન્સ. મહેશભાઇ સોલંકી સહીત પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે બામણબોર ગામના નવાપરાના સ્મશાન પાસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા બામણબોર ગામના નિલેશ વિશુભાઇ રોજાસરા, રમેશ બેચરભાઇ વાઢેર, રામજી નારણભાઇ કડવાણી, સુરેશ ધરમશીભાઇ મકવાણા તથા  જગદીશ ગોવાભાઇ રાઠોડને પકડી લઇ રૂ. ૧૦પ૦ની રોકડ કબ્જે કરી હતી.

(3:42 pm IST)