Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

આંખના રોગો અને તેની સારસંભાળ પર તા.૧૪ના દૂરદર્શન પર ફોન ઈન લાઈવ કાર્યક્રમ

રાજકોટની શ્રદ્ધા આંખની હોસ્પિટલ અને લેસર સેન્ટરના સર્જન ડો. પિયુષ ઉનડકટ અને ડો. ભર્ગ કારીયા માર્ગદર્શન આપશે

રાજકોટ, તા. ૧૩ : આંખના રોગ અને આંખની સંભાળ કેવી રીતે રાખવી? તેની માહિતી અને માર્ગદર્શન આપવા માટે દૂરદર્શન દ્વારા ડીડી ગિરનાર પર આરોગ્ય વિષયક કાર્યક્રમનું આયોજન આગામી તા. ૧૪ ના મંગળવારે સાંજે ૬ થી ૭ દરમિયાન રાખવામાં આવેલ છે. ફોન ઇન લાઇવ આ કાર્યક્રમમાં દર્શકો આંખની સમસ્યા, રોગ તથા તેના નિવારણ બાબતે ૦૭૯-૨૬૮૫૩૮૧૪ અને ૦૭૯- ૨૬૮૫૩૮૧૬ ડાયલ કરીને આંખના રોગોની માહિતી અને માર્ગદર્શન મેળવી શકશે.

રાજકોટમાં ઇન્દિરા સર્કલ નજીક,કોહિનૂર એપાર્ટમેન્ટ પાસે, જલારામ-૩મા આવેલી શ્રદ્ધા આંખની હોસ્પિટલ અને લેસર સેન્ટરના મુખ્ય ડોકટર  પિયુષ ઉનડકટ (ફેકો અને લેસીક સર્જરીના નિષ્ણાત,એમબીડીઓએમ એસ) તથા ચેન્નઇની અરવિંદ આઈ હોસ્પિટલમાં આંખના પડદાના નિષ્ણાત તરીકે કામ કરી ચૂકેલા ડોકટર ભર્ગ કારીયા (એમ. એસ. ઓપ્થેલમ એફ.વી.આર.એસ.) દર્શકોને મૂંઝવતા આંખના રોગો અને તેની સંભાળને લગતા પ્રશ્નોનુ નિરાકરણ લાવશે. પડદાના મુખ્ય ભાગ પર સોજો આવવો,  પડદામાં લોહી આવવું, ડાયાબિટીસના લીધે આંખનું દબાણ વધી જવું (ઝામર), ડાયાબિટીસ ના લીધે પડદા પરની અસર માટે ખાસ ઇન્જેકશન (એન્ટી વીઇજીએફ)વધારે પડતા નંબરના લીધે પડદા પર પડતા કાણાંનું નિદાન, આંખના મુખ્ય ભાગ પર જુદા જુદા કારણોને લીધે આવી જતા સોજા, બ્લડ પ્રેશરના લીધે  આંખમાં લોહી આવી જવું, સોજાને કારણે દ્રષ્ટિ પરની અસર અને તેની નિદાન-સારવાર, વારસાગત તથા આંખના પડદાના રોગનું નિદાન અને સારવાર, આંખમાં લાગી જવાથી થતા સોજા, પડદામા લોહી આવી જવું, પડદો ખસી જવો, પડદા પર રેલાઈ ગયેલા મોતિયાના પ્રશ્નો, નેત્રમણી મુકવા, આંખના પડદાનું ઇન્ફેકશન અને સારવાર, આંખની કીકી નો વા તથા શરીરમાં અન્ય વા ના લીધે આંખને તથા તેની કીકીને અને પડદાને થતી અસર સહિતની સારવાર શ્રદ્ધા હોસ્પિટલમાં આપવામાં આવે છે. તેને લગતા પ્રશ્નો પણ આ કાર્યક્રમ દરમિયાન પુછી શકાશે. કોરોના અને વેકિસનેશનના વર્તમાન સમય ગાળામાં આંખને લગતા જે પ્રશ્નો ઊભા થાય છે તે બાબતે પણ ડોકટર પિયુષ ઉનડકટ અને ડોકટર ભર્ગ કારીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. અમદાવાદ દૂરદર્શન દ્વારા  તૈયાર કરાયેલા આ કાર્યક્રમના નિર્માતા પંકજભાઈ ચૌહાણ છે અને કાર્યક્રમનું સંચાલન ડોકટર મિલિન્દ તપોધન કરવાના છે.

(3:41 pm IST)