Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ક્યાંક મનાવે છે લોકો ઉત્સવ આ મેઘનો, કયાંક કોઇ ખોઇ બેસે છે જીવ!

.ધોધમાર વરસાદથી માનવહૈયે ખુશીઓનો સમંદર છલકી ગયો છે. રાજકોટ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પુરતો વરસાદ ન થયો હોઇ ચિંતા હતી કે વરસાદ નહિ પડે તો શું થશે? પણ કૂદરત એવી રીઝી કે એક જ રાતમાં પાણી પાણી કરી દીધું.આ વચ્ચે હનુમાન મઢી પાસે રહેતાં એન્જિનીયર યુવાન પ્રણવ બી. કુકડીયાના ઘર પાસે આવેલા એક ઝાડ પર રહેતું ચકલીનું નાનકડુ બચ્ચુ ભારે વરસાદમાં માળામાંથી બહાર નીકળી જતાં ઠુંઠવાઇને પડી ગયું હતું. પ્રણવએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ બચ્ચુ બચી શકયું નહોતું.  ગઇકાલે જ આ ચકલીના બચ્ચાને તેણે રમાડ્યું હતું અને આજે આ બચ્ચું જીવન ખોઇ બેસતાં દુઃખી થઇ જઇ તેણે કેટલીક  પંકિતઓ લખી હતી. જે આ મુજબ છે... ક્યાંક મનાવે છે લોકો ઉત્સવ આ મેઘનો , કયાંક કોઇ ખોઇ બેસે છે જીવ, હે કુદરત અજીબ આ તારી માયા મેઘની, કો'ક ને મળે છે જીવન રૂપી અનાજ ખેતરમાં, ને કોઇ ખોઇ બેસે છે જીવન પોતાનું.

(3:39 pm IST)