Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

૨૪ કલાકમાં સતત વરસાદ : એન.ડી.આર.એફની ટીમ ખડે પગે

રાજકોટ જળબંબાકાર : બઝારોમાં વરસાદી કર્ફયુ : જનજીવન ઠપ્પ

મધ્ય રાજકોટના વોંકળાઓ હાઉસફુલ : ૧૫૦ રીંગ રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, કોઠારિયા રોડ, સંત કબીર રોડ સહિતના રાજમાર્ગો પર નદીઓ વહી : મ.ન.પા. નો પ્રિ.મોન્સુન એકશન પ્લાન કાગળમાં જ રહી ગયો : અનેક વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘુસ્યા લલ્લુડી વોકળીમાં આવતા સેંકડો રહેવાસીઓનું સ્થળાંતર કરાવતી મ.ન.પા.ની ટીમ

રાજકોટ,તા. ૧૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગઇ કાલ સવારથી સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં આજે સવાર સુધીમાં ૮ થી ૯ ઇંચ વરસાદ પડી ગયો છે. અને સતત ચાલુ છે.આથી રાજકોટથી સ્થિતી જળબંબાકાર જેવી થઇ છે. બઝારોમાં વરસાદી કર્ફયુ છવાયો હતો. સ્કૂલ-કોલેજો બંધ રહી હતી. રાજમાર્ગો ઉપર નદીઓ વહી હતી. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થિતી ગંભીર બની હતી. હજુ વરસાદની આગાહી એમ.ડી.આર.એફની ટીમ ખડે પગે રહી હતી.ગઇ કાલે સવારે ૭ વાગ્યાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં વરસાદ વરસી રહ્યો હતો અને સવારે પુરા થતા ૨૪ કલાક દરમિયાન ૮ ઇંચ જેટલુ પાણી પડી જતાં મધ્ય રાજકોટના રામનાથ પરા, પ્રહલાદ પ્લોટ, મોચી બજાર ખાડો, મીલપરા, લલ્લુડી વોંકળી સહિતના વિસ્તારોમાં વોકળાઓ હાઉસફુલ થઇ થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જયારે રૈયા રોડ, આઝાદ ચોક, મવડી ચોકડી, રામાપીર ચોકડી, ૧૫૦ ફુટ રીંગ રોડ, સંત કબીર રોડ, સાધુવાસવાણી રોડ, સહીતના રાજમાર્ગો ઉપર નદીઓ વહી હતી. વાહન ચાલકો રાહદારીઓ અટવાયા હતા.જ્યારે પોપટપરા નાલુ પણ ભરાઇ ગયું હતું. આથી જંકશન વિસ્તારનો શાસ્ત્રીનગરના વોકળા કાંઠાનો વિસ્તારો જળબંબાકાર થયા હતા.આમ આજે સતત વરસાદે મ.ન.પા.નાં પ્રિ-મોન્સુન એકશન પ્લાટની પોલ ખોલી હતી.

(12:20 pm IST)