Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રના રાજકોટ સહિત ૭ જિલ્લામાં અઢી થી માંડીને સાત ઇંચ જેવો અતિ ભારે વરસાદ ખાબક્યો: ચારે કોર પાણી ભરાયા: સવારે ૮.૪૦ વાગે રાજકોટમાં ફરી વરસાદ તૂટી પડયો છે

રાજકોટ :સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. આજે સવારે આઠ સુધીમાં કાલાવડમાં ૭ ઇંચ, રાજકોટમાં ૭ ઇંચ, ધ્રોલમાં સાડા છ ઇંચ જેવો બેફામ વરસાદ વરસી પડયો છે. રાજ્યના ૨૧૨ તાલુકામાં મેઘરાજાએ મુકામ માંડ્યો છે. ચારે બાજુ પાણી-પાણી થઇ ગયું છે.  સૌરાષ્ટ્ર-કચ્છના ૧૦૦થી વધુ ગામોમાં વીજળી ગુલ થઈ છે. તો રાજકોટમાં ૧૫થી વધુ ફીડરો બંધ પડ્યા છે.

(11:35 am IST)