Gujarati News

Gujarati News

News of Sunday, 13th September 2020

રાજકોટમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ બે દુકાનો સીલ : માસ્ક નહી પહેરનારા ૧૩ દંડાયા: 13000નો દંડાયા

રસિકભાઈ ચેવડાવાળા – પંચનાથ અને ગોપાલ બ્રધર્સ – જયુબેલી ચોકને 3 દિ' માટે તાળા લગાવતું મ્યુનિ.કોર્પરેશન

 રાજકોટ: સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે, શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળોએ દંડ અથવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે, તેમજ માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો સામે પણ દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં આવે છે. દરમ્યાન આજે ૧૩ ના રોજ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ રસિકભાઈ ચેવડાવાળા – પંચનાથ અને ગોપાલ બ્રધર્સ – જયુબેલી ચોક સહિતની બે દુકાનો સીલ કરવામાં આવી છે અને શહેરમાંથી ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ૧૩ આસામીઓ પાસેથી રૂપિયા ૧૩,૦૦૦નો દંડ વસુલ કરવામાં આવેલ છે. તેમ મ્યુનિ, કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

(1:50 pm IST)