Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

સિલ્‍વર ઓર્નામેન્‍ટ્‍સની ખરીદી સામે આપેલ ચેક રિટર્ન થતા બલીયાની આભુષણ પેઢી સામે ફરીયાદ

રાજકોટઃ આ કેસની વિગત એવી છે કે, રાજકોટના પેડક રોડ ઉપર ‘કિરણ ઓર્નામેન્‍ટ્‍સ'ના નામથી શ્રી કિરણબેન છગનભાઈ રામાણી પ્રોપરાઈટર દરજજે સિલ્‍વર ઓર્નામેન્‍ટ્‍સ પ્રોડકટનું મેન્‍યુફેકચર કરે છે. તેઓની પેઢીમાંથી ઉૈત્તરપ્રદેશના બલીયા સ્‍થિત રાજેશકુમાર દાસ આભુષણ (લક્ષ્મી માર્કેટ, ટાઉન હોલ રોડ, બલીયા, ઉત્તરપ્રદેશ)ના પ્રોપરાઈટર રજતશેખર રાજેશકુમારે કોન્‍ટેક કરી સિલ્‍વર ઓર્નામેન્‍ટ્‍સનો માલ મંગાવેલો. જે માલ ‘કિરણ ઓર્નામેન્‍ટ્‍સ'ની પેઢીએ બિલથી માલ મોકલાવી આપેલ. તે બિલની બાકી રહેતી રકમ રૂા.૭,૦૨,૧૨૨ ચુકવવા તેમણે ‘રાજેશકુમાર દાસ આભુષણ'ના ખાતા વાળી એચ.ડી.એફ.સી.બેંક, ટાઉન હોલ બ્રાંચ, બલીયાનો ઉપરોકત રકમનો ચેક આપેલો હતો. જે ચેક ફરીયાદીએ તેમની પેઢીના ખાતા વાળી આઈ.સી.આઈ.સી.આઈ. બેંક લી., પેલેસ રોડ બ્રાંચ, રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહું ચેક બિન ચુકતે પરત ફરેલ.

આમ ફરીયાદી પેઢીએ આ ચેક બિન ચુકતે પરત ફરતા આ કામના આરોપીને ઉપરોકત રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી આમ છતા રકમત ન ચુકવતા ફરીયાદી પેઢીએ તેમના વકીલ મારફત ધી નેગોશીયેબલ ઈન્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ ૧૩૮ હેઠળ આ કામના આરોપી અને ‘રાજેશકુમાર દાસ આભુષણ'ના પ્રોપરાઈટર  રજતશેખર રાજેશકુમાર સામે રાજકોટની સ્‍પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરતા નામદાર કોર્ટે સમન્‍સ ઈસ્‍યુ કરી હાજર થવા હુકમ કરેલ છે. આ કેસમાં ફરીયાદી પેઢી તરફે વકીલ શ્રી અતુલ સી.ફળદુ તથા શ્રી અજય કે. જાધવ રોકાયેલ છે.

(4:00 pm IST)