Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

પ્રાણીક હિલિંગ ફાઉન્‍ડેશન દ્વારા સોમવારે રકતદાન કેમ્‍પ

સિવિલ હોસ્‍પિટલના લાભાર્થે

રાજકોટઃ સિવિલ હોસ્‍પિટલના તથા અન્‍ય જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્‍યે  બ્‍લડ મળી રહે તેવા શુભઆશયથી, યોગ વિદ્યા પ્રાણીક હિંલિગ ટ્રસ્‍ટ અને નાગર બોર્ડીંગ દ્વારા, તથા શ્રીમદ્‌  રાજચંદ્ર સેવાગ્રૃપના સહયોગથી તા.૧૫ સોમવારે, સવારે ૯ થી ૧ વાગ્‍યા સુધી, નાગર બોર્ડીંગ(ટાગોર રોડ, વિરાણી હાઇસ્‍કુલની સામે) ખાતે રકતદાન  કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્‍પમાં ડો. હેમાંગભાઇ વસાવડા, શ્રી પિયુષભાઇ ધાંધા, શ્રી વિમલભાઇ દોશી, શ્રી નિસર્ગભાઇ વોરા,  શ્રીમદ્ર રાજચંદ્ર સેવાગ્રૃપના શ્રી વિનય જસાણી

(૯૪૨૮૨૦૦૬૬૦) શ્રી જયંતભાઇ અગરવાલ, શ્રી મનિષભાઇ રૂપારેલીયા, શ્રી ભરતભાઇ મહેતા, સિવિલ હોસ્‍પિટલ બ્‍લડબેંકના એમ.ડી.પેથોલોજીસ્‍ટ ડોકટર્સની ટીમ માનદ્‌ સેવા આપશે.

(3:57 pm IST)