Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

ત્રિકોણ બાગ પાસે વાહન અથડાતાં જોગેન્દ્રસિંહને ઢીકાપાટુનો માર માર્યો

બાઇક ચાલકે ઝઘડો કરી ધોલધપાટ કરતાં હોસ્પિટલમાં દાખલ

રાજકોટ તા. ૧૩: ત્રિકોણ બાગ પાસે વાહન અકસ્માત સર્જાતાં એકટીવા ચાલકને બાઇક ચાલકે ઢીકાપાટુનો માર મારતાં ટોળુ ભેગુ થઇ ગયું હતું.

જાણવા મળ્યા મુજબ રેલનગર મોહન પાર્ક-૨માં રહેતાં જોગેન્દ્રસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા (ઉ.વ.૨૩) નામના યુવાનને તે એકટીવા હંકારી લીમડા ચોક તરફ જતો હતો ત્યારે ત્રિકોણ બાગ પાસે હોન્ડા નં. ૯૧૬૩ના ચાલકે અકસ્માત સર્જતા તેને ધ્યાન રાખવાનું કહેતાં ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતાં લોકો ભેગા થઇ ગયા હતાં. જોગેન્દ્રસિંહને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં એ-ડિવીઝનમાં જાણ કરવામં આવી હતી. આ યુવાન મેડિકલ સ્ટોરમાં નોકરી કરે છે. કામ માટે જતી વખતે રસ્તામાં આ બનાવ બન્યો હતો.

(3:54 pm IST)