Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

ધારાશાસ્ત્રી અનિલભાઇ દેશાઇના નિવાસસ્‍થાને ગૃહમંત્રી હર્ષ સંઘવી - ભાજપ - સંઘના આગેવાનોની બેઠક મળી

વજુભાઇ વાળા, પヘમિ ક્ષેત્રના સંઘ ચાલકજી ડો. જયંતિભાઇ ભાડેસીયા સહિતના આગેવાનોની ઉપસ્‍થિતિ

રાજકોટ તા. ૧૩ : ગુજરાત સરકારના રાજયકક્ષાના ગૃહ અને પોલીસ હાઉસિંગ વિભાગના પ્રધાન હર્ષભાઈ સંઘવી ગઇકાલે ‘આઝાદીના અમૃત મહોત્‍સવ' નિમિતે રાજકોટ શહેરની તિરંગાયાત્રામાં ઉપસ્‍થિત રહેવા માટે રાજકોટમાં હતા.ᅠ
હર્ષભાઇ સંઘવીની ખાસ ઉપસ્‍થિતિમાં રાજકોટ શહેરના વિવિધ ક્ષેત્રમાં વકીલાતના વ્‍યવસાય સાથે જોડાયેલા સિનિયર ધારાશાસ્ત્રીઓ અને ગુજરાત સીમા જાગરણ મંચના અગ્રણી જીવણભાઈ આહીર સહિતના હોદેદારોની એક સંયુક્‍ત બેઠક રાષ્ટ્રીય સ્‍વંયસેવક સંઘના પヘમિ ક્ષેત્રના સંઘચાલકજી ડો. જયંતીભાઈ ભાડેસિયા સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણી અને સૌરાષ્‍ટ્ર પ્રાંતના પ્રચાર પ્રસાર વિભાગના પ્રમુખ પંકજભાઇ રાવલના સંયુકત પ્રયાસોથી એક મહત્‍વની બેઠકનું રાજકોટના સિનિયર એડવોકેટ અનિલભાઈ દેસાઈના નિવાસસ્‍થાને આયોજન કરવામાં આવ્‍યું હતું. આ બેઠકમાં ગુજરાત ભાજપના સિનિયર અગ્રણી અને કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા, ગુજરાત સરકારના વાહનવ્‍યવહાર વિભાગના રાજયકક્ષાના પ્રધાન અરવિંદભાઈ રૈયાણી, રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ અને સૌરાષ્ટ્રના ભાજપના પ્રવક્‍તા રાજુભાઇ ધ્રુવ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ બેઠકમાં ભારતની આઝાદી સમયે ભારતમાંથી જુદા પડેલા અને અન્‍ય દેશોમાં નિવાસ કરતા હિન્‍દુ સમાજના જે નાગરિકો ભારતમાં નાગરિકત્‍વ પ્રાપ્ત કરવા ઇચ્‍છુક હોય તેવા નાગરિકોને કાયદાકીય અને વહીવટી દ્રષ્ટિએ સહાયભૂત બનવા અને રાષ્ટ્રીયતાના દ્રષ્ટિકોણથી મદદરૂપ થવા તૈયાર હોય તેવા વકીલોની ટીમ તૈયાર કરવા ઉપર ભાર મૂકવામાં આવ્‍યો હતો.
બેઠકમાં વકીલોને લગતા પ્રશ્નોમાં મુખ્‍યત્‍વે ગુજરાત હાઈકોર્ટની રાજકોટ અને સુરત ખાતે હાઇકોર્ટેની બેચ આપવા તેમજ ગુજરાતની વિવિધ ટ્રીબ્‍યુનલો ના સીટીંગ રાજકોટ અને સુરત ખાતે ગોઠવવામાં આવે તેવી લાગણી પુનઃ વ્‍યક્‍ત કરવામાં આવેલ હતી. ગુજરાતના ગૃહ રાજયમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ પ્રશ્ન પરત્‍વે હકારાત્‍મક વલણ દાખવી સરકાર કક્ષાએ ઘટતું કરવાની ખાતરી આપેલ હતી.
બેઠકમાં ગુજરાત ભાજપના લીગલસેલના સહ સંયોજક અનિલભાઈ દેસાઈ, લલીતસિંહ શાહી, તુલસીદાસ ગોંડલીયા; દિલીપભાઈ મીઠાણી, નલીનભાઈ પટેલ, પિયુષભાઈ શાહ, કમલેશભાઈ શાહ, ભગીરથભાઇ ડોડિયા, રાજકોટ બાર એસોસિએશનના સેક્રેટરી પી. સી. વ્‍યાસ, MACT બાર એસોસિએશનના પ્રમુખ અજયભાઈ જોષી, રક્ષિત કલોલા, કિશોરભાઈ સખીયા, કિરીટ પાઠક, પરેશ ઠાકર, કાર્તિકેય પારેખ, રજનીબા રાણા અને ચેતનાબેન કાછડીયા જયેશભાઇ સંઘાણી સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા.
પંચનાથ હોસ્‍પિટલના સંચાલકો સર્વશ્રી દેવાંગભાઈ માંકડ, સંદીપભાઈ ડોડિયા, નીતિનભાઈ મણિયાર, મયુરભાઇ શાહ અને ડી.વી. મહેતા બેઠકના સ્‍થળે વ્‍યવસ્‍થાની જવાબદારી સોંપવામાં આવેલ હતી.

 

(3:52 pm IST)