Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

દિલ્હીમાં દેશભરના હજારો પેન્શનરોનું આંદોલન

બુલંદ અવાજ- સુત્રોચ્ચાર સાથે સંમેલનઃ ઇડીએસ-૯૫ના પેન્શનરોને સરકારે મંત્રણા માટે બોલાવ્યા

રાજકોટ : દિલ્હીના રામલીલા મેદાનમાં ઇ.પી.એસ.-૯૫ નિચે આવતા પેન્શનરોનું ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, કર્ણાટકયુપી, એમ.પી, તેમજ દેશના જુદા-જુદા રાજ્યોના પેન્શનરોનું વિસાળ આંદોલન સ્વરૃપ સમેલન યોજાયેલ હતું. આ સંમેલનમાં ઇ.પી.એસ.-૯૫ માં સમાવીસ્ટ જુદા જુદા એકમો, બોર્ડ, નિગમ, ઔદ્યોગીક સંસ્થાના કામદારો વિગેરે પેન્શનરો હજારોની સંખ્યામાં સામેલ થયેલ. પોતાને મળતા મામુલી પેન્શન રૃા.૨૫૦ થી ૪૦૦ ના બદલે તેમના જ પૈસા અને હક્ક માટે સરકારશ્રીને રૃા.૭૫૦૦ંંંંંંં+ડીએ +મેડીકલ મંજુર કરવા બુલંદ અવાઝ સાથે સુત્રચાર તથા બેનરો સાથે આવેદન સાથે રામલીલા મેદાન દિલ્હીથી રેલી કાઢેલ હતી. પરંતું માંગવા છતા દિલ્હી પોલીસ  નિર્દેશક  તરફથી મંજુરી ન મળતા ફકત પાંચ કિ.મી. ના એરીયામાં  આશરે ૮૦ થી ૯૦ હજારની સંખ્યાના પેન્શનરોની રેલી નિકળી હતી. આ રેલીને રોકવા માટે સરકારે અગાઉથી જ સીઆરપી, બીએસએફ કમાન્ડો,ક્રાઇમ પોલીસની સેંકડો ટીમ ખડી કરી દેવાય હતી. અને આંદોલનને વિખેરવાનો પ્રયત્ન કરેલ. અને ત્યારબાદ સરકારશ્રીની સાથે  ઇ.પી.એસ.-૯૫ માંગ મુજબ રૃા. ૭૫૦૦ + ડીએ + મેડિકલ બાબતે સરકારશ્રીની સાથે મંત્રણા માટે તુરત- ઇ.પી.એસ.-૯૫ ના અધ્યક્ષ મહામંત્રી તેમજ મંત્રીશ્રીને બોલાવામાં આવેલ. આ મંત્રણા છેલ્લા ત્રણ દિવસથી અવિરત ચાલુ છે. જેના માટે ઇ.પી.એસ,૯૫ અધ્યક્ષશ્રી દિલ્હી ખાતે જ રોકાયા હોવાનું જણાવાયંુ છે.

દિલ્હી ખાતેના આ આંદોલનને સફળ બનાવવામાં અધ્યક્ષશ્રી અશોક રાઉતજી, વિરેન્દ્રસીહ રાણાવત, વિરેન્દ્ર પાટીલ રાજકોટથી ઇ.પી.એસ,૯૫ ના વાઇસ પ્રેસીડેન્ટશ્રી ગમનભાઇ દવે, ગુજરાત કોર્ડિનેટર શ્રી આર.સી. પટેલ સુરેન્દ્રનગર જીલ્લા પ્રેસીડેન્ટ શ્રી ગીરીરાજસીંહ ઝાલા જામનગર જીલ્લા ઇ.પી.એસ,૯૫ કોર્ડિનેટરશ્રી પંકજભાઇ જોષી, રાષ્ટ્રીય મહિલા ઇ.પી.એસ,૯૫  અધ્યક્ષ આશાતાઇ આસર, શ્રીમતી સરિતા નાંડેડકર, રાજકોટથી પુષ્પાબેન દવે વિગેરે ખુબ જ જહેમત ઉઠાવેલ હતી દેશના ૭૦ લાખ પેન્શનરોને ચોકકસ ન્યાય તથા પોતાના હકકો વહેલી તકે મળશે જ અને પ્રયત્નો સફળ બનશે તેવુ ગમનભાઇ દવે વાઇસ પ્રેસીડેન્ટ ઓફ ઇન્ડીયા ઇ.પી.એસ,૯૫ની યાદી જણાવે છે.

(3:45 pm IST)