Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

માંડા ડુંગર ભીમરાવનગરમાં ધો-૧૨ની છાત્રા અને તેની માતાએ ફિનાઇલ પીધું

સ્કૂલે જવાની ના પાડનાર દિકરી તેજસ્વીને માતા રાધાબેને લાફા મારતાં તેણી ફિનાઇલ પી ગઇ, ગભરાઇ જતાં માતાએ પણ ગટગાવ્યું

રાજકોટ તા. ૧૩: આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે ભીમરાનગર-૩માં રહેતી અને ધોરણ-૧૨માં ગોકુલ સ્કૂલમાં ભણતી તેજસ્વી શંભુભાઇ શાહ (ઉ.૧૬) નામની છાત્રાએ બપોરે ફિનાઇલ પી લેતાં અને તેના માતા રાધાબેન શંભુભાઇ શાહ (ઉ.૩૮) પણ તેની સાથે ફિનાઇલ પી જતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

રાધાબેનના પતિ ગેરેજમાં કામ કરે છે. તેને બે દિકરી છે. જેમાં તેજસ્વી નાની છે અને ધોરણ-૧૨માં ભણે છે. દર અઠવાડીયે ટયુશનમાં પરિક્ષા લેવામાં આવતી હોઇ આજે સવારે તેણી પરિક્ષા આપીને આવી હતી. બપોરે સ્કૂલે જવાનું હોઇ માતાએ તેણીને તૈયાર થવા અને સ્કૂલે જવા કહેતાં તેજસ્વીએ આજે મજા નથી તેથી સ્કૂલે નથી જવું તેમ કહેતાં માતાએ ગુસ્સે થઇ બે લાફા મારી દીધા હતાં. આ કારણે માઠુ લાગતાં દિકરી તેજસ્વી ફિનાઇલ પી જતાં ગભરાઇને માતા રાધાબેન પણ પી જતાં બંનેને હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્વરીત સારવાર મળી જતાં બંને ભયમુકત બની હતી. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(3:38 pm IST)