Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

કાલે સીતા અશોક અને ખરખોડીના રોપાનું રૂા.૩૦માં વિતરણ

વિવિધ જાતના ફૂલછોડ, મધ, એલોવેરા જેલ સહિતની વસ્‍તુઓ મળશે

રાજકોટઃ સીતા અશોક ના રોપા (૩૦ રૂ), ખરખોડી (ડોડી)ના રોપા (૩૦ રૂ), મધ વગેરે વસ્‍તુઓનું રાહત દરે વિતરણ  કરવામાં આવે છે.

 ખરખોડી (ડોડી)ના રોપાઃ આ દુર્લભ થતી જાત ને જીવંત કરવા માટેની મથામણ છેલ્લા ઘણા વર્ષોથી નવરંગ નેચર કલબ રોપાનું રાહત દરે વિતરણ કરી કરે છે, ખરખોડી એ આરોગ્‍ય માટે ઉત્તમ ઔષધિ છે.    ચોમાસું શાકભાજીના બિયારણ જેવા કે ગુવાર, ભીંડો, રીંગણી, મરચી, ટમેટી, ચોળી, કારેલાં, ગલકા, તૂરિયા, દૂધી, કાકડી, ચીભડા ના નાના પેકેટનું રાહત દરે (રૂા.૫) વિતરણ.

મોગરો ક્રોટોન, રસૂલીયા, ગાર્ડનીયા, જાસૂદ, લાલ અને કાશ્‍મીરી ગુલાબ, ઇંગ્‍લિશ ગુલાબ, દિનકા રાજા, એકસોરા, વગેરેનું રોપાનું રાહત દરે વિતરણ.

આંગણે વાવો શાકભાજીને પ્રોત્‍સાહન મળે તે માટે રીંગણી, ટમેટી અને કોબીના રોપાઓ મળસે સાથે સાથે વિવિધ જાતના શાકભાજી ના બિયારણ નાના પેકમાં મળસે.

ફૂલછોડઃ કાશ્‍મીરી અને ઈંગ્‍લીશ ગુલાબના રોપાઓ તથા મોગરો, મયુર પંખ, રાતરાણી, ક્રીશ્‍મસ ટ્રી, એક્‍શ્‍ઝોરા, ક્રોટોન વિગેરે. એલોવેરા જેલઃ અલોવેરા જ્‍યુસ અને સપ્ત્‌ચુર્ણ, દેસી ગોળ, કાજુ બદામ, અખરોટ, કિસમિસ, કેળાં, કેસર અને હાફૂસ કેરી, અથાણાં માટે ગુંદા.  વિવિધ જાતના દેસી મુખવાસ અને દેસી અથાણાં, છાણિયું ખાતર, લીંબડાનો ગળો, વિવિધ જાત ના કઠોડ, માટી અને પ્‍લાસ્‍ટિકના કુંડા.

વાંચન અભિયાન - વધુમાં વધુ લોકો વાંચન તરફ વળે તે માટે સંસ્‍કારી સાહિત્‍ય ના પુસ્‍તકો પાછા આપવાની શરતે વિનામુલ્‍યે વિશ્વનિડમ ગુરૂકુલમ તરફથી આપવામાં આવશે.  આ બધું ખેડૂતો અને અન્‍ય લાભાર્થીઓ વેચવા આવે છે તેને અમારી સંસ્‍થા જગ્‍યા અને પ્રચારની વ્‍યવસ્‍થા વિનામૂલ્‍યે કરી આપે છે. સોસીયલ ડિસટન્‍સ નું પાલન કરીએ અને માસ્‍ક ફરજીયાત પહેરીએ.

સ્‍થળઃ ૧૫૦ ફૂટ રીંગરોડ, અમીન માર્ગનો ખૂણો, રાજકોટ. તા.૧૪(દર રવિવાર) સમયઃ સવારે ૮ થી ૧

વધુ વિગતો માટે વી.ડી.બાલા, પ્રમુખ, નવરંગ નેચર કલબ- રાજકોટ મો.૯૪૨૭૫ ૬૩૮૯૮

(3:38 pm IST)