Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

રાજકોટમાં ચૌધરી હાઇસ્‍કુલ ખાતે ૭૬માં સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણીઃ એડી.કલેકટરના હસ્‍તે ધ્‍વજવંદન

રાજકોટ તા.૧૩ : દેશભરમાં આઝાદીના ૭પ વર્ષ પુર્ણ થવા નિમિતે આઝાદીનો અમૃત મહોત્‍સવ ઉજવાઇ રહયો છે. ત્‍યારે રાજકોટમાં ૭૬માં   સ્‍વાતંત્ર પર્વની ઉજવણી નાયબ કેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટશ્રી કેતન ઠકકરના હસ્‍તે એ.એસ.ચૌધરી હાઇસ્‍કુલ રાજકોટ ખાતે રાષ્‍ટ્રીય ધ્‍વજ લહેરાવીને કરાવમાં આવશે. જેમાં સવારે ૯ વાગ્‍યે રાષ્‍ટ્રધ્‍વજને લામી આપીને રાષ્‍ટ્રગાન કરવામાં આવશે. તેમજ પરેડ અને અન્‍ય સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવશે. રાજકોટના તમામ રાષ્‍ટ્રપ્રેમી નાગરીકોને આ રાષ્‍ટ્રીયપર્વમાં સામેલ થવા જિલ્લા વહીવટીતંત્ર તરફથી અનુરોધ કરાયો છે.

(12:03 pm IST)