Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

ધારીના દલખાણીયા નજીક કારે બાઇકને ઉલાળતાં પતિનું મોતઃ પત્‍નિ-પુત્રને ઇજા

સુરેશ કોળી ૭ વર્ષનો પુત્ર રૂદ્ર પડી ગયો હોઇ તેની દવા લેવા પત્‍નિ મનિષા સાથે જતો'તો ત્‍યારે બનાવઃ રાજકોટમાં દમ તોડયોઃ કોળી પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૧૩: ધારીના દલખાણીયા નજીક ગત રાતે કારચાલકે બાઇકને ઉલાળી દેતાં કોળી દંપતિ અને સાત વર્ષના પુત્રને ઇજાઓ થતાં રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ પતિએ દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ દલખાણીયા રહેતો અને છુટક ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો સુરેશ ચંદુભાઇ બોડીલા (કોળી) (ઉ.૩૦) પોતાનો પુત્ર રૂદ્ર (ઉ.૭) ઘરમાં રમતાં રમતાં પડી જતાં માથામાં ઇજા થઇ હોઇ તેની દવા લેવા બાઇકમાં પુત્ર અને પત્‍નિ મનિષા (ઉ.૨૮)ને બેસાડીને ધારી જઇ રહ્યો હતો ત્‍યારે રસ્‍તામાં ભોળેનાથના મંદિર નજીક કારના ચાલકે બાઇકને ઉલાળી દેતાં પતિ, પત્‍નિ અને પુત્ર ત્રણેય ફંગોળાઇ જતાં ઇજાઓ થતાં ધારી સારવાર અપાવીર રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં.

પરંતુ અહિ સુરેશનું સારવાર દરમિયાન મોડી રાતે મોત નિપજતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જુણાચએ ધારી પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર સુરેશ બે ભાઇમાં મોટો હતો. સંતાનમાં બે પુત્ર છે. ધ્રોલ પોલીસે કારચાલક વિરૂધ્‍ધ કાર્યવાહીની તજવીજ કરી હતી.

(10:56 am IST)