Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

રાજુ રિક્ષાવાળો ધ્રોલથી રિક્ષા હંકારી મહિલાને મળવા મેટોડા આવ્‍યો, તેણીના સગાએ ધોકાવ્‍યો

યુવાન રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર હેઠળઃ ત્રણેક વર્ષથી પરિચય હોવાથી મહિલાએ ફોન કરતાં વાત કરવા ગયાનું રટણ

રાજકોટ તા. ૧૩: ધ્રોલમાં ખારવા રોડ પર આંબેડકરનગર પાસે રહેતો રિક્ષાચાલક રાજુભાઇ કરસનભાઇ બોહળીયા (ઉ.વ.૪૦) ગત રાતે દોઢેક વાગ્‍યે રિક્ષા હંકારી મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૩માં એક પરિચીત મહિલાને મળવા આવતાં મહિલાના સગાઓએ ધોકાથી બેફામ ફટકારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

ધ્રોલ રહેતો રાજુભાઇ રાતે દોઢેક વાગ્‍યે મેટોડામાં પાઠક સ્‍કૂલ પાસે હતો ત્‍યારે બોઘા વકાતર સહિતના શખ્‍સોએ ધોકાથી ેબેફામ માર મારતાં દેકારો મચી જતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને તેને છોડાવ્‍યો હતો. ૧૦૮ મારફત રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં   હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જૂણાચે લોધીકા પોલીસને જાણ કરી હતી.

રાજુભાઇએ જણાવ્‍યું હતું કે પોતાને ચાર સંતાન છે. ત્રણેક વર્ષ પહેલા પોતે ધ્રોલથી જોડીયા રિક્ષા લઇને જતો હોઇ એક મહિલા સાથે ઓળખાણ થઇ હતી. હાલમાં તેણી મેટોડા રહે છે. અગાઉ તેણીના પતિએ આ બાબતે ઝઘડો કર્યો હતો. ગત સાંજે મહિલાએ ફોન કરીને બોલાવતાં પોતે વાત કરવા રિક્ષા હંકારી મેટોડા આવ્‍યો હતો અને મહિલા સાથે વાત કરતો હતો ત્‍યાં તેણીના સગાઓએ આવી હુમલો કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:03 pm IST)