Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

કુવાડવા રોડ પર અજાણ્‍યા પ્રોૈઢનું મોતઃ વાલીવારસની શોધખોળ

જમણા હાથ પર ‘કમુ' અને ‘વિરૂ' ત્રોફાવેલા છે

રાજકોટ તા. ૧૩: કુવાડવા રોડ પર ડિલક્‍સ ચોક નજીક ચામુંડા ફરસાણ નજીક રોડ પરથી અજાણ્‍યા આશરે ૫૦ વર્ષના પુરૂષ બેભાન મળતાં ૧૦૮ના ઇએમટી હિતેષભાઇએ તેને મૃત જાહેર કરતાં બી-ડિવીઝનના એએસઆઇ નરેન્‍દ્રભાઇ જી. ભદ્રેચાએ બનાવ સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતક શરીરે પાતળા બાંધાના છે ઉંચાઇ આશરે ૫.૫ ફુટ છે અને વાને શ્‍યામ વર્ણના છે તથા જમણા હાથમાં ‘કમુ' અને ‘વિરૂ' ત્રોફાવેલું છે. તસ્‍વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો મો. ૯૮૨૫૦ ૪૧૧૬૭ ઉપર જાણ કરવા જણાવાયું છે.

(10:54 am IST)