Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

કાલથી ત્રણ દી' ગાંધી મ્‍યુઝિયમ વિનામૂલ્‍યે નિહાળી શકાશે

આઝાદી કા અમૃત મહોત્‍સવ : હર ઘર તિરંગા અભિયાન હેઠળ આ આયોજનનો લાભ લેવા મેયર-કમિશનર-સ્‍ટેન્‍ડીંગ કમીટી ચરેમેનની જાહેર અપીલ

રાજકોટ,તા. ૧૨ : ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ' અને ‘હર ઘર તિરંગા' અંતર્ગત પૂજય મહાત્‍મા ગાંધીજીના જીવનચરિત્રને પ્રકાશિત કરતા મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમમાં તા. ૧૩ થી ૧૫ ઓગસ્‍ટ દરમ્‍યાન નાગરિકોને વિનામૂલ્‍યે પ્રવેશ અપાશે તેમ  મેયર,સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન અને મ્‍યુનિ. કમિશનરે માહિતી આપતાં જણાવ્‍યું છે

આ અંગે મેયર ડો. પ્રદીપ ડવ,સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ અને મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્‍યું હતુ કે, આ મહામૂલ્‍ય આઝાદીના ૭૫ વર્ષ નિમિતે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણી થઈ રહી છે. આ મહાપર્વની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ૧૩ થી ૧૫ ઓગસ્‍ટ દરમ્‍યાન ‘હર ઘર તિરંગા'નું આહવાન કરેલ છે. આઝાદીમાં જેમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે એજ પૂજય મહાત્‍મા ગાંધીજી જે શાળામાં અભ્‍યાસ કર્યો છે અને તેમના જીવનચરિત્રને પ્રકાશિત કરતા મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમમાં આગામી તા. ૧૩ થી ૧૫ ઓગસ્‍ટ દરમ્‍યાન તમામ નાગરિકોને વિનામૂલ્‍યે આપવામાં આવશે.

મહાનગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ અને હર ઘર તિરંગા અંતર્ગત આજે   મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં ‘તિરંગા યાત્રા' યોજાઈ હતી. જેમાં બહોળી સંખ્‍યામાં નગરજનો જોડાયા હતા.

પૂજય મહાત્‍મા ગાંધીજીના જીવન અને તેમને કરેલા સંઘર્ષ પર આધારિત નિર્માણ પામેલ મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમને વધુને વધુ લોકો નિહાળી પોતાના જીવનમાં તેમના આદર્શો અપનાવે તેવી મેયર,સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન અને મ્‍યુનિ. કમિશનરની નગરજનોને અપીલ કરી છે.

(3:43 pm IST)