Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

આરોગ્ય સચિવ જયંતિ રવિ બપોર બાદ રાજકોટમાં: રાત્રી રોકાણ કરશે

આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજે જામનગરની કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જયંતિ રવિ બપોર બાદ રાજકોટ આવી રહ્યા છે. તેઓ સિવિલ હોસ્પિટલની મુલાકાત લ્યે તેવી શકયતા છે. જયંતિ રવિનું સાંજે રાજકોટમાં આગમન થાય તો રાત્રીના મીટીંગ શકય બને અને જો મોડીરાતે આવે તો રાત્રી રોકાણ રાજકોટમાં જ કરશે અને આવતીકાલે સવારે રાજકોટ શહેર અને જિલ્લાના અધિકારીઓ સાથે મીટીંગ કરે તેવી સંભાવના છે

(3:44 pm IST)