Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

રાત્રે રાજકોટમાં એસ્ટ્રોન ચોક પાસે પીએનબી હાઉસિંગમાં બીજા માળે ભીષણ આગ ભભૂકી

આગની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી : ફોનવાલા ઉપર કિન્સ પ્લાઝાના બોર્ડમાં લાગી આગ : ફાયર બ્રિગેડના જવાનોના પ્રયાસો બાદ આગ કાબુમાં

રાજકોટ : રાજકોટના એસ્ટ્રોન ચોક પાસે આવેલ પીએનબી હાઉસિંગ નામના કોમ્પ્લેક્ષમાં બીજા માળે કિંગ્સ પ્લાઝાના બોર્ડમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી, ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને આગને બુજાવવા કામગીરી હાથ ધરી હતી ,

શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે , ફાયર બ્રિગેડના જવાનોના પ્રયાસો બાદ આગ કાબુમાં આવી છે

 

(10:32 pm IST)