Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

રાજકોટમાં ધમધોકાર વરસાદ ચાલુ

રાજકોટ : આ લખાય છે ત્‍યારે શહેરમાં બપોરે ૩ વાગ્‍યે ધમધોકાર વરસાદ ચાલુ થયો છે. પોણા ૩ વાગ્‍યાની આસપાસ એક હળવુ ઝાપટુ વરસી ગયા બાદ ફરીથી મેઘરાજાએ સ્‍પીડ પકડી હતી : એકધારો તૂટી પડયો હતો : થોડીવારમાં તો શહેરના અનેક રાજમાર્ગો ઉપર પાણી ફરી વળ્‍યા હતા : આજે સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળેલ : કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ - બફારાથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા : દરમિયાન બપોરે મેઘરાજાએ જમાવટ કરતા ગરમીમાંથી આંશિક રાહત મળી હતી : આ લખાય છે ત્‍યારે મેઘરાજાનું જોર થોડુ ઘટયુ છે : થોડી વારમાં તો ૧૫૦ ફૂટ રીંગ રોડ, મવડી, યાજ્ઞિક રોડ, રેસકોર્ષ સહિતના વિસ્‍તારોમાં પાણી ફરી વળ્‍યા હતા. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(4:16 pm IST)