Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

આજી નદીકાંઠાના અસરગ્રસ્તોને આવાસ ફાળવો : રજૂઆત

મનપાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી દ્વારા મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવ્યો

રાજકોટ તા. ૧૩ : શહેરના જંગલેશ્વર વિસ્તારમાં નદીના કાંઠે વસતા ૧૮૦ પરિવારોને ૨૬૦(૧) મુજબની મકાન તોડી નાખવાની નોટીસો આપેલ છે જે નાના-ગરીબ પરિવારોને ખાલી પડેલ આવાસયોજનાના કવાટર ફાળવવા વિપક્ષનેતા ભાનુબેન સોરાણી દ્વારા મ્યુનિ. કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.ઙ્ગ

ભાનુબેન સોરાણીએ મ્યુનિ. કમિશનરને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં નદીના કાંઠે વસતા ૧૮૦ જેટલા પરિવારોને ધી ઞ્.ભ્.પ્.ઘ્. એકટ ૧૯૪૯ની કલમ ૨૬૦(૧) મુજબની નોટીસો તા.૩૧ મે ના રોજ પાઠવવામાં આવી છે ત્યારે હાલ વૈશ્વિક કોરોના મહામારીમાં અનેક લોકોની રોજગારી છીનવાઈ ગયેલ હોય અને હજુય રોજગાર નિશ્ચિત થયો ન હોય ત્યારે રોજનું કરીને રોજનું ખાનારા લોકો મોંધવારીનો માર સહન કરી રહ્યા છે ઙ્ગજેમાં મજુરી કામ, પરચુરણ છુટક મજુરી, નોકરી, નાના-વેપાર સહિતની રોજી રોટીની આવકમાં ઝાટકો પડેલ છે.વધુમાં હાલ વરસાદની સીઝન ચાલતી હોય તેમજ સરકારશ્રીના પરિપત્ર મુજબ ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ ડીમોલેશન કરવાની સરકારની ગાઈડલાઈન્સ હોય અને તેમજ ૧૮૦ જેટલા પરિવારોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨૫ ચો.મી. વાળા ૧-બી.એચ.કે. કવાટર બનાવવામાં આવેલ છે જેમાંથી ૪૫૦ જેટલા ખાલી પડેલ આવાસો છે તેમાં આ પરિવારોને આવાસની ફાળવણી કરવા ભાનુબેન દ્વારા માંગ કરવામાં આવી છે.

(4:07 pm IST)