Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

પક્ષીઓ માટે વાડીમાં એક લાઇન જુવારની વાવવા અપીલ

રાજકોટ, તા. ૧૩ : પક્ષીઓ આપણી આહાર જાળ ની મહત્‍વ ની કડી છે, તેની સંખ્‍યા જળવાય અને આપણી વિકાસપથ ની કેડી કંડારાયા કરે તે માટે ૅનવરંગ નેચર ક્‍લબૅ એ એક સૂઝ આપી. ચકલીઓ માટે ના કળત્રિમ માળાઓ મૂકવાનું અભિયાન ભારત માં સૌપ્રથમ ચલાવ્‍યું. હવે ચોમાશૂ જ્‍યારે નજીક છે ત્‍યારે કોઈ પણ પાક લેતા ખેડૂતે ખેતર ના સેઢા તરફ ના ૨-૩ ચાસ માં જુવાર કે બાજરો વાવવાની અપીલ કરે છે, જેને લણીયા વિના ભગવાન ના ભાગ રૂપે રાખી મૂકવાથી પક્ષીઓ ને ખોરાક મળતો થશે.
ખેતર માં આવનાર પક્ષીઓ આ અનાજના દાણા ખાવાની સાથે ઉપદ્રવી ઇયળો નો નાસ કરસે, આમ પક્ષીઓ ની સંખ્‍યા વધશે અને પોષણ કડી ની પૂરતી થશે.
આ અભિયાન ભગવાન ના ભાગ તરીકે ચલાવવાની શરૂઆત ૨૦૦૯ થી કરવામાં આવી છે, આ મહાયજ્ઞ માં સૌરાષ્‍ટ્રના ખેડૂતો ખૂબ જ મોટી સંખ્‍યા જોડાઈ ગયેલ છે, ત્‍યારે નવરંગ નેચર ક્‍લબ આ વર્ષે પણ ગુજરાત રાજ્‍યના વધુ માં વધુ ખેડૂતો પોતાના ખેતર ના સેઢા પર ૨-૩ લાઇન પક્ષીઓ માટે જુવાર અથવા બાજરા નું વાવેતર કરે તેવી અપીલ કરે છે.
ખેતર/વાડી એ જુવાર અથવા બાજરા ની એક લાઇન એટલે વાવવી પડે કે સીમ ના પક્ષીઓ ગામ માં ચણવા કયારેય આવતા નથી, આ વાત ની ખબર વર્ષો પહેલા આપણાં પૂર્વજો ને હતી તેથી ખેડૂતો પોતાના ખેતર માં વાવણી ની શરૂઆત માં ૨ મૂઠી જુવાર પક્ષીઓ માટે વાવતા, હવે આ ભુલાઈ ગયેલ જૂની પરંપરા ને ફરી જીવિત કરવાની ખાસ જરૂર છે.
ભગવાન નો ભાગ કાઢવાથી ભગવાન રાજી થશે અને રાજી થશે તો આપણી સૌની આવતી કાલ રાજીપા માં વિતશે
વી.ડી.બાલા
પ્રમુખ, નવરંગ નેચર ક્‍લબ - રાજકોટ
મો. ૯૪૨૭૫૬૩૮૯૮

 

(4:03 pm IST)