Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

શહેરનાં જાહેર માર્ગો પરથી દબાણરૂપ વધુ ૨૭ ટી સ્‍ટોલ, ટેબલ તથા અન્‍ય ચીજવસ્‍તુઓ જપ્ત : ૮ હજારનો ચાર્જ વસુલાયો

રાજકોટ, તા. ૧૩ :  મહાનગર પાલિકાની દબાણ હટાવ શાખા અને સોલીડ વેસ્‍ટ દ્વારા મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાની સુચનાથી નાયબ મ્‍યુનિ. કમિશનરશ્રી એ.આર.સિંહનાં માર્ગદર્શન હેઠળ ફૂટપાથ પર રહેલા દબાણ દુર કરવાની ઝુંબેશ ચાલી રહી છે, જેમાં તા.૧૦થી તારીખઃ ૧૨ સુધી રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણરૂપ એવા ટી સ્‍ટોલ અને ટેબલ તથા અન્‍ય ચીજવસ્‍તુઓ જપ્તી કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમાં જાહેર માર્ગ પર નડતર રૂપ ટી સ્‍ટોલ અને અન્‍ય પરચુરણ ચીજવસ્‍તુ ૨૭ (ક્રિષ્‍ના ટી સ્‍ટોલ, રવેચી ટી સ્‍ટોલ, લાજવાબ હાર્ડવેર) જે યાજ્ઞિક રોડ, રેલનગર, જામનગર રોડ, જંકશન રોડ, જ્‍યુબેલી માર્કેટ, ગાયકવાડ રોડ, પોસ્‍ટ ઓફિસ રોડ,૧૫૦ રીંગ રોડ, પાસેથી જપ્ત કરવામાં આવ્‍યા હતો અને વહીવટી ચાર્જ રૂ. ૮ હજાર તે જામનગર રોડ, નાના મૌવા રોડમાંથી વસુલ કરવામા આવ્‍યો હતો.

 

(4:02 pm IST)