Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

નીટ અને જેઈઈમાં શ્રેષ્‍ઠ પરિણામ દ્વારા વિદ્યાર્થીઓની ઉચ્‍ચ કારકિર્દીનું ઘડતર કરતુ એલન ઈન્‍સ્‍ટીટયુટઃ રાજકોટમાં નવા કેમ્‍પસનો શુભારંભ

પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્‍તે ઉદ્દઘાટન * ટૂંકા ગાળામાં ૩ હજારથી વધુ વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે શિક્ષણ

રાજકોટ : એન્‍જીનિયરીંગ અને મેડીકલમાં પ્રવેશ માટેની શ્રેષ્‍ઠ તાલીમ આપતુ એલન કેરીયર ઈન્‍સ્‍ટીટયુટનું રાજકોટ સેન્‍ટરનું ઉદ્દઘાટન પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યુ હતું. બાજુમાં એલનના વાઈસ પ્રેસીડેન્‍ટ પંકજ કાબરા અને રાજકોટ સેન્‍ટર એકેડેમીક હેડ રજનીશ શ્રીવાસ્‍તવ નજરે પડે છે. ત્‍યારે અકિલા કાર્યાલય ખાતે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા વિકાસ શર્મા નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

 

રાજકોટ, તા. ૧૩ : એન્‍જીનિયરીંગ અને મેડીકલ પ્રવેશ પરીક્ષાઓની તૈયારી માટે ખ્‍યાતિ પ્રાપ્‍ત એલન કેરીયર ઈન્‍સ્‍ટીટયુટ વિદ્યાર્થીઓની સુવિધા માટે સતત પ્રયત્‍નશીલ છે. રાજકોટમાં એલનના નવા કેમ્‍પસની શરૂઆત થઈ છે. ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી અને વરિષ્‍ઠ ભાજપના નેતા વિજયભાઈ રૂપાણીએ રીબીન કાપીને એલન રાજકોટ સેન્‍ટરનો શુભારંભ કર્યો. અવસરે એલનના વાઈસ પ્રેસીડેન્‍ટ પંકજ કાબરા તેમજ ત્રણ અલગ અલગ જગ્‍યા પર એલનના સ્‍ટડી સેન્‍ટર ચાલતા હતા હવે તેને એક જ સ્‍થાને જોડીને કાલાવડ રોડ પર સયાજી હોટેલ સામે યુવરાજ કોમ્‍પલેક્ષમાં તેની શરૂઆત કરાય છે.

પત્રકાર પરિષદમાં એલનના વાઈસ પ્રેસીડેન્‍ટ પંકજ કાબરાએ જણાવ્‍યુ કે એલન હંમેશા સંસ્‍થામાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને શ્રેષ્‍ઠ સુવિધા મળતી રહે તે માટેના પ્રયાસો કરે છે. આ કેમ્‍પસની ક્ષમતા ૩૦૦૦ વિદ્યાર્થીઓની છે જે સમગ્ર સૌરાષ્‍ટ્રમાં સૌથી મોટુ કેમ્‍પસ છે. હવે વિદ્યાર્થીઓને શહેરના અલગ અલગ કેમ્‍પસમાં નહિં જવુ પડે, બધા જ વર્ગો એક જ કેમ્‍પસમાં ચાલશે સમગ્ર કેમ્‍પસ વાતાનુકૂલિત છે. ઉપરાંત વિદ્યાર્થીઓને અભ્‍યાસ સમયે ખુલ્લુ વાતાવરણ પણ મળશે.

ઉદ્દઘાટન પ્રસંગે પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્‍યુ હતું કે ગુજરાત શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી છે. બે દાયકા પહેલા ૯ યુનિવર્સિટીઓ હતી આજે ૭૫ યુનિવર્સિટીઓ છે. એજ્‍યુકેશન હબ રાજકોટ બની ગયુ છે. હવે રાષ્‍ટ્રીય કક્ષાએ પરીક્ષાની તૈયારીઓ થઈ રહી છે. હવે સમય જ્ઞાનનો છે. રાજકોટના છાત્રોમાં કૌશલ્‍ય છે. સાચુ જ્ઞાન અને માર્ગદર્શન મળે તો ઝળકી ઉઠશે. પુજીત રૂપાણી ટ્રસ્‍ટના ૨૧ વિદ્યાર્થીઓ એલનમાં તાલીમ લઈ રહ્યા છે.

એલન કેરીયર ઈન્‍સ્‍ટીટયુટના વાઈસ પ્રેસીડેન્‍ટ પંકજ કાબરાએ એલન ઈન્‍સ્‍ટીટયુટના સેન્‍ટર્સ ફેકલ્‍ટી, શિક્ષણ પદ્ધતિ વિશે વિસ્‍તૃત માહિતી આપી હતી. જયારે રાજકોટ સેન્‍ટરના એકેડેમીક હેડ રજનીશ શ્રીવાસ્‍તવે રાજકોટ સેન્‍ટર્સની માહિતી આપતા પત્રકાર પરીષદમાં જણાવ્‍યુ હતું કે અમદાવાદ, સુરત, વડોદરા બાદ રાજકોટમાં વાલીઓ તેમના સંતાનોને એલનનું શિક્ષણ આપવા ખૂબ ઉત્‍સુક છે. વિદ્યાર્થીઓમાં રહેલું કૌશલ્‍ય - મહેનત દ્વારા શ્રેષ્‍ઠ રીઝલ્‍ટ મળે છે. જેઈઈ અને નીટની પરીક્ષામાં એલન સર્વોત્તમ રીઝલ્‍ટ આપવા ખૂબ પ્રયત્‍નશીલ છે.

આ પહેલા રાજકોટ એલનએ ટોપર્સ ટોકશોનું આયોજન કર્યુ હતું. પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમમાં આયોજીત ટોપર ટોક શોમાં નીટ - ૨૦૨૧માં ગુજરાત રાજયમાં પ્રથમ અને સમગ્ર ભારતમાં પાંચમો રેન્‍ક પ્રાપ્‍ત કરનાર રાજકોટના કલાસરૂમ વિદ્યાર્થી ઋતુલ છગ તેમજ નીટ ૨૦૨૦માં ગુજરાત રાજયમાં પ્રથમ તેમજ સમગ્ર ભારતમાં ૧૦મો રેન્‍ક પ્રાપ્‍ત કરનાર એલન રાજકોટ કલાસરૂમ વિદ્યાર્થી માનીત માત્રાવડીયાએ પોતાનો અનુભવ વિદ્યાર્થીઓને જણાવ્‍યા. તેઓએ જણાવ્‍યુ કે સફળતા માટે અભ્‍યાસનું આયોજન કેવુ હોવુ જોઈએ. એલનના વાઈસ પ્રેસીડેન્‍ટ પંકજ કાબરા, તેમજ રાજકોટ એલનના એકેડેમીક હેડ રજનીશ શ્રીવાસ્‍તવે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્‍યુ. આ દરમિયાન એક ઓપન સેશન પણ યોજાયુ હતું. જેમાં એલન રાજકોટના તેજસ્‍વી વિદ્યાર્થીઓને સિલ્‍વર મેડલ આપી સન્‍માનિત કર્યા.

(3:43 pm IST)