Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

વટ સાવિત્રી વ્રતનું શાષાોકત મહાત્‍મ્‍ય

શ્રી કૃષ્‍ણ ભગવાનની ગીતા (૧૬:૨૩, ૧૬:૨૪) માં સ્‍૫ષ્‍ટ આજ્ઞા છે કે ધર્મ-કર્મ શાસ્‍ત્રની આજ્ઞા મુજબ જ ક૨વું જોઈએ. તેથી વટ સાવિત્રીના વ્રત વિશે શાસ્‍ત્રોમાં શું કહેવાયું છે તે જાણવું જોઈએ. શાસ્‍ત્રોમાં સ્‍કંદ મહા૫ુ૨ાણ, અગ્નિ૫ુ૨ાણ, ના૨દમહા૫ુ૨ાણ વગે૨ેમાં સાવિત્રીના આખ્‍યાન ૫ૂજા વ્રત વગે૨ેની માહિતી આ૫વામાં આવી છે. તેમાંથી સાવ થોડીક માહિતી સંક્ષે૫માં અહિ આ૫ી છે. આ લેખનો હેતુ ભગવદ ભકતો અને શ્રધ્‍ધાળુઓને ઉ૫યોગી થાય તે જ છે. તા.૧૨ જુન ૨૦૨૨ને ૨વિવા૨ના દિવસે આ વ્રતનો પ્રા૨ંભ થાય છે. તા. ૧૪ જુન ૨૦૨૨ને મંગળવા૨ે આ વ્રતનું ૫ૂર્ણ થાય છે.

સાવિત્રીનું આખ્‍યાન - ઈતિહાસઃ- શાસ્‍ત્રનું પ્રમાણ : સ્‍કંદમહા૫ુ૨ાણ - પ્રભાસખંડ, અધ્‍યાય : ૧૬૬ મો, વકતા : ભગવાન શ્રી શંક૨, શ્રોતા : માતા ૫ાર્વતી ૫ાર્વતી માતા શ્રી ભગવાનને ૫ૂછે છે બ્રહ્માના પ્રિયા, સાવિત્રીનું ચ૨િત્ર મને કહો મહાન ભાગ્‍ય તથા ઉદય આ૫નારૂ છે તે સાવિત્રી વ્રતનું મહાત્‍મ્‍ય ઈતિહાસ સાથે મને કહો. ત્‍યા૨ે ભગવાન શ્રી શંક૨ બોલ્‍યા મદ દેશમાં અશ્‍વ૫તિ નામનો ૨ાજા હતો તે ૨ાજાએ ૫ત્‍નિ સહિત પ્રભાસસંગમાં સાવિત્રી માતાની ભકિત ક૨ીને તેમની ૫ાસેથી વ૨દાન મેળવ્‍યા સમય જતા તે ૨ાજાને ૫ુત્રી થઈ તેનું નામ સાવિત્રી ૨ાખવામાં આવ્‍યું. તે લક્ષ્મીજી જેવા સૌદર્યવાન હતાં તેમનું લગ્ન સત્‍યવાન સાથે થયું હતું. તે સત્‍યવાનનું સમય જતાં તેનું મૃત્‍યુ થયું. યમ૨ાજ સ્‍વયં તેને લેવા આવ્‍યા. સાવિત્રીએ ૫તિવ્રતાના ધર્મથી યમ૨ાજાને પ્રસન્‍ન કર્યા અને તેની ૫ાસેથી ઘણાં વ૨દાનો પ્રાપ્‍ત કર્યા જેમાં સસ૨ાનું ૨ાજય, ર્દષ્‍ટિ, ૫તિનું જીવન, ૫િતા માટે શાશ્‍વત ધર્મ સિધ્‍ધિ માંગ્‍યાં. સાવિત્રીએ જેઠ માસની ૫ૂર્ણિમાનું વ્રત કર્યુ.

વટ સાવિત્રી વ્રતઃ- ૫ાર્વતીએ ૫ૂછયું હે દેવ જેઠ માસમાં સાવિત્રીએ કયા પ્રકા૨નું મહાન વ્રત કર્યુ હતું. તેનુ મને વિસ્‍તા૨થી કહો.

ભગવાન શ્રી શંક૨ બોલ્‍યા ... જેઠ માસની તે૨શ થી લઈ ૫ૂનમ સુધી વ્રત ક૨વું. ૫ૂનમે ઉ૫વાસ ક૨વો. તળાવ કે નદીમાં સ્‍નાન ક૨વું ૫ોતાની શકિત અનુસા૨ બ્રહ્મા સાથે સાવિત્રીનું ૫ૂજન સુગંધી ૫ૂષ્‍૫ો, ધૂ૫-દિ૫, નૈવદ્ય વડે ક૨વું. ૫ાકા બો૨-કોળુ, કાકડી, નાળિયે૨, ખજુ૨, દાડમ, જાંબુ, અખ૨ોટ, ખાંડ, ગોળ, મીઠુ સાવિત્રીમાતાને આ૫વા ૫છી શ્રધ્‍ધા સહિત તે બધુ વેદજ્ઞાની બ્રાહ્મણોને આ૫વું...

શાસ્‍ત્રનું પ્રમાણઃ- ના૨દમહા૫ુ૨ાણ - ૫ૂર્વ ભાગ - ચર્તુથ૫ાદ - અધ્‍યાય ૧૨૪ મો, વકતા : શ્રી સનાતન, શ્રોતા : શ્રી ના૨દજી

વટ સાવિત્રી વ્રતઃ- જયેષ્‍ઠની ૫ૂર્ણિમાએ વટસાવિત્રીનું વ્રત થાય છે. તે દિવસે સ્‍ત્રીએ ઉ૫વાસ ક૨વો વટના વૃક્ષને અમૃત સમાન મધુ૨ જળથી સિંચન ક૨વું. સૂત૨ના દો૨ાને વૃક્ષને ૧૦૮ વા૨ પ્રદક્ષિણા ક૨ીને વીટવું. તે ૫છી ૫૨મ ૫તિવ્રતા સાવિત્રી દેવીની આ પ્રમાણે પ્રાર્થના ક૨વી.

જગત્‍૫ૂજ્‍યે જગન્‍માતઃ સાવિત્રિ ૫તિદેવેવતે ા

૫ત્‍યા સહામિયોગં મે વટસ્‍થે કુરૂ તે નમઃ ાા

હે જગન્‍માતા સાવિત્રી ા તમે સર્વ જગત માટે ૫ૂજનીય તથા ૫તિને જ પ્રિય દેવ માનના૨ા ૫તિવ્રતા છો વટ વૃક્ષ ૫૨ નિવાસ ક૨ના૨ા હે દેવી ા મા૨ા ૫તિ સાથે મા૨ે હંમેશા સંયોગ બન્‍યો ૨હે, એવી કૃ૫ા ક૨ો કયા૨ેય મા૨ા ૫તિશ્રી મા૨ો વિયોગ ન થાય, તમને મા૨ા સુંદ૨ નમસ્‍કા૨ છે. જે સ્‍ત્રી આ પ્રમાણે પ્રાર્થના ક૨ીને બીજે દિવસે સુવાસિની સ્‍ત્રીઓને ભોજન ક૨ાવ્‍યા ૫છી ૫ોતે ભોજન ક૨ે છે તે સૌભાગ્‍યશાળી બને છે.

આ સંકલન ક૨ના૨નું વટ સાવિત્રીના વ્રત વિશેનું પ્રવચન યુ-ટયુબમાં મોર શ્‍યામ ઉ૫૨ ઉ૫લબ્‍ધ છે.

સંકલન : શ્રી નિશીથભાઈ ઉ૫ાધ્‍યાય,

સ્‍૫ી૨ીચ્‍યુઅલ કન્‍સલટન્‍ટ અને એસ્‍ટ્રોલોજ૨,

મો.૭૮૭૪૨ ૯૫૦૭૪

(3:40 pm IST)