Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

જિલ્લા પંચાયતમાં પદાધિકારીઓના લોકદરબારમાં માત્ર ત્રણ-ચાર પ્રશ્નો જ આવ્‍યાઃ કાલે કારોબારી

પ્રશ્નો નથી કે પ્રજાને રસ નથી ? ભૂપત બોદર કહે છે ભાજપના સભ્‍યો જાગૃત હોવાથી પ્રશ્નો સ્‍થાનિક કક્ષાએ જ ઉકેલાઇ જાય છે

રાજકોટ જિલ્લા પંચાયત ખાતે આજે પદાધિકારીઓના પ્રથમ લોકદરબારમાં પ્રસંગે પ્રમુખ ભૂપત બોદર, ઉપપ્રમુખ સવિતાબેન વાસાણી કારોબારી અધ્‍યક્ષ સહદેવસિંહ જાડેજા, સિંચાઇના અધ્‍યક્ષ જયંતીભાઇ બરોચીયા, સામાજિક ન્‍યાય સમિતિના ચેરમેન મોહનભાઇ દાફડા વગેરે ઉપસ્‍થિત રહેલ તે પ્રસંગેની તસ્‍વીર (તસ્‍વીરઃસંદીપ બગથરીયા)(૬.૩૦)
રાજકોટ તા.૧૩ : જિલ્લા પંચાયતમાં શાસક ભાજપમાં આંતરિક અસંતોષ અને સંકલનનો અભાવ હોવાના ઉકળાટ બાદ જિલ્‍લા પ્રભારી મહેન્‍દ્રસિંહ સરવૈયાની ટકોરના પગલે આજે પદાધિકારીઓએ સવારે પંચાયત કચેરી ખાતે લોકદરબાર યોજેલ જેમાં પ્રમુખ સહિત છ જેટલા પદાધિકારીઓ ઉપસ્‍થિત રહેલ. અગાઉથી જાહેરાત છતા માત્ર ત્રણ-ચાર અરજદારોજ આવ્‍યા હતા. લોકદરબારમાં કોઇ અધિકારીઓ હાજર રહ્યા ન હતા. પ્રશ્નો રજુ કરવા અરજદારોને રસ ન હોય તેવું ચિત્ર ઉપસ્‍યુ છે. ભાજપના ચૂંટાયેલા ર૪ પૈકી ગણ્‍યાગાઠયા સભ્‍યો જ હાજર રહ્યા છ.ે
વાગુદડનો રસ્‍તાનો પ્રશ્ન અને લાખાપરનો લાઇટનો પ્રશ્ન રજુ થયેલ અન્‍ય એક નિવૃત કર્મચારીએ પોતાનો પેન્‍શનનો પ્રશ્ન રજુ કર્યો હતો. પ્રમુખ ભૂપત બોદર, ઉપપ્‍રપ્રમુખ સવિતાબેન સામાણી, કારોબારી અધ્‍યક્ષ સહદેવસિંહ જાડેજાએ પ્રશ્નો સાંભળી  યોગ્‍ય કરવાની હૈયાધારણ આપી હતી.
જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં પ૯૦ જેટલા ગામડાઓ આવે છે ચોમસાએ દ્વારે ટકોરા લગાવી દીધા છ.ે વિધાનસભાની ચૂંટણી નજીક છે. છતા પદાધિકારીઓના લોકદરબારને અનુરૂપ માહોલ ન થઇ શકયો તે સૂચક છ.ે જો કે પંચાયત પ્રમુખ ભૂપત બોદર કહે છેભાજપના ચૂંટાયેલા સભ્‍યો સક્રીય છે તેમના વિસ્‍તારના પ્રશ્નો મોટાભાગે તેમની જાગૃતિથી સ્‍થાનિક કક્ષાએ જ પૂરા થઇ જતા હોય છે તેથી જિલ્લા કક્ષા સુધી બહુ પ્રશ્નો નહી આવતા હોય. લોકદરબારમાં ત્રણ-ચાર પ્રશ્નોજ આવ્‍યા તેનો અર્થ એ થાય છે કે કોઇ ખાસ પ્રશ્નો નથી. ચૂંટાયેલી પાંખ અન વહીવટી તંત્રની કામગીરી સંતોષકારક છ.ે
કાલે કારોબારી બેઠક
જિલ્લા પંચાયતની કારોબારી બેઠક આવતીકાલે મંગળવારે સવારે ૧૧ વાગ્‍યે મળનાર છે જેમાં યાજ્ઞિક રોડ પરની પંચાયત હસ્‍તકની નોટીસ અપાયેલ ૩ દુકાનોનું હાલનું ભાડુ માસિક રૂા. પ૦૦ થી વધારીને દુકાન દીઠ રૂા. ૩પ હજાર કરવા સહિતની દરખાસ્‍તો છે

સામાન્‍ય સભા માટે ૩ સભ્‍યોના ૧૮ પ્રશ્નો

રાજકોટ : જિલ્લા પંચાયતની સામાન્‍ય સભા ગુરૂવારે સવારે ૧૧ વાગ્‍યે મળનાર છ.ે જેમાં કોંગીના અર્જુન ખાટરિયાએ ૪, મનસુખ સાકરિયાએ ૧૦ અને ભાજપના કંચનબેન બગડાએ ૪ પ્રશ્નો પુછયા છે બાકીના ૩૩ સભ્‍યોને એકપણ પ્રશ્ન પૂછવાની જરૂર લાગી નથી. શિક્ષણ, આરોગ્‍ય, રસ્‍તા વગેરેને લગતા ૧૮ પ્રશ્નો આવ્‍યા છે.

 

(4:23 pm IST)